મેરાન્યૂઝ નેટવર્ક.મુંબઈઃ ‘જેને રામ રાખે એને કોણ ચાખે..’ આ કહેવત તો સૌ કોઈએ સાંભળી જ હશે. ત્યારે આજે એક વીડિયો સામે આવ્યો છે જે વીડિયો જોઈને તમને આ કહેવત પર ફરી એક વાર વિશ્વાસ થવા લાગશે. વિડીયો છે મહારાષ્ટ્રના મુંબઈ ડિવિઝનનો.. મહારાષ્ટ્રના વાંગની સ્ટેશનના પ્લેટફોર્મ નંબર-2 પર એક બાળક પોતાની માતાની સાથે જઈ રહ્યું હતું. આ દરમિયાન બાળક ચાલતા-ચાલતા પ્લેટફોર્મના છેડે આવી ગયું અને લપસી જઈ રેલવે ટ્રેક પર પડી ગયું. આ દરમિયાન બીજી તરફ ટ્રેન આવી રહી હતી. માતા કંઈ કરી શકે એ પહેલા એક યુવક દોડતો આવ્યો અને બાળકને સેકન્ડમાં જ બચાવી લીધો.