મેરાન્યૂઝ નેટવર્ક.મુંબઈઃ અક્ષય કુમારની આગામી ફિલ્મ બેટલ ઓફ સરર્ગહી પર બનેલી છે જે ફિલ્મનું નામ કેસરી આપવામાં આવ્યું છે. આ ફિલ્મનું જ્યારે ફર્સ્ટ લૂક સામે આવ્યું ત્યારથી જ અક્ષય કુમારના ચાહકો આ ફિલ્મની રાહ જોઈ રહ્યા છે. હાલમાં જ તેનું ટ્રેલર પણ લોન્ચ થયું છે. જે ટ્રેલરમાં ઝાંબાજોની વીરતા જોઈ તમામ હચમચી જાય તેમ છે. એક તબક્કે રીતસર રૂંવાડા ઊભા થઈ જાય તો ના નહીં. અહીં આ ટ્રેલર આપ જોઈ શકશો.