જયંત દાફડા (મેરાન્યૂઝ.ગાંધીનગર): ગુજરાત રાજ્યમાં કોરોના કહેર વચ્ચે વાહનચાલકો માટે રાહતના સમાચાર સામે આવ્યા છે. આજે કેબિનેટ બેઠક બાદ મુખ્યમંત્રી વિજય રૂપાણીએ સૂચના આપવામાં આવી છે કે, વાહનચાલક પાસેથી માસ્ક સિવાય અન્ય દંડ વસુલવામાં નહીં.

ગુજરાતમાં ટૂ વ્હીલર અને ફોર વ્હીલરમાં પોલીસ દ્વારા માસ્ક સિવાય અન્ય કોઈ પણ  દંડ પોલીસ દ્વારા વસૂલવામાં નહીં આવે. રાજ્યમાં કોરોના સક્રમણ બેકાબૂ બન્યો છે ત્યારે RTOમાં થતી ભીડને અટકાવવા માટે રાજ્ય સરકાર દ્વારા આ નિર્ણય લેવામાં આવ્યો છે. જેથી હવે ટ્રાફિક નિયમ ભંગ કરનારના વાહન પણ ડિટેઈન નહીં થાય. આજ રોજ ગાંધીનગર મળેલી બેઠકમાં મંત્રીઓ દ્વારા આ વિષે ચર્ચા કરવામાં આવી હતી કે જ્યારે પોલીસ દ્વારા જ્યારે ટૂ વ્હીલર અને ફોર વ્હીલર વાહનોને મેમો આપવામાં આવે છે ત્યારે ટૂ વ્હીલરનો ત્રણથી ચાર હજારનો જેટલો દંડ થાય છે અને ફોર વ્હીલરને આઠ થી દસ હજાર સુધીનો દંડ થાય છે. વાહનોને ડિટેઈન પણ કરવામાં આવે તો અઠવાડીયા સુધી વાહનો છૂટતા નથી અને વાહનોના માલિકોને કોરોનાના કપરા કાળમાં વાહન છોડાવવા માટે કતારમાં ઊભા રહીને ગરમી સહન કરવી પડે છે અને વાહન ડિટેઈન થાય તો કોરોનાના દર્દીને અને અન્ય કામોમાં મુશ્કેલીઓ પડે છે.

બેઠક બાદ મુખ્યમંત્રીએ આદેશ આપ્યા છે કે હાલ કોરોના મહામારીમાં  માત્ર માસ્કનો દંડ જ ઉઘરાવવામાં આવે. બીજો કોઈ દંડ વાહન ચાલક પાસેથી ઉઘરાવવો નહીં.