મેરાન્યૂઝ નેટવર્ક.રાજકોટ : રાજકોમાં એક તરફ ઠેરઠેર ટ્રાફિકજામ થઈ રહ્યા છે તો બીજીતરફ જેમને આ જવાબદારી સોંપવામાં આવી છે તેવા ટ્રાફિક વોર્ડનને કારણે વારંવાર લોકોને હાલાકી ભોગવવી પડે છે. આવી જ એક ઘટના સામે આવી છે. જેમાં પારેવડી ચોક ખાતે વોર્ડને રિક્ષાચાલક સાથે ઘર્ષણ કરતા ટ્રાફિક જામ સર્જાયો હતો. જે વીડિયો હાલ વાયરલ થઈ રહ્યો છે.

જાણવા મળતી વિગતો મુજબ વોર્ડને કોઈ કારણોસર રિક્ષા ચાલકને અટકાવતા બંને વચ્ચે બોલાચાલી થઈ હતી. જેમાં રિક્ષામાં સવાર મહિલા પેસેન્જરોએ પણ વોર્ડનને સમજાવવાનો પ્રયાસ કર્યો હતો અને બાદમાં મહિલાઓએ વોર્ડન દ્વારા તોછડું વર્તન કરાયું હોવાનો આક્ષેપ કરતા મામલો ગરમાયો હતો. આ માથાકુટને કારણે થોડીવાર ટ્રાફિક જામ થયો હતો. જો કે ફરજ પરના પોલીસ કર્મચારીએ આવી મામલો થાળે પાડ્યો હતો.વાયરલ થયેલો વીડિયો જુઓ...