મેરાન્યૂઝ નેટવર્ક, મુંબઇ : આપણે 21મી સદીમાં પ્રવેશી ચુક્યા છીએ છતાં દીકરીને દહેજ અને અંધશ્રદ્ધા જેવા દૂષણોમાંથી બહાર નથી આવી શક્યા. આવી જ ઘટના મહારાષ્ટ્રના નાસિકમાં બની સામે આવી છે. જ્યાં દહેજમાં 10 લાખ રોકડાની સાથે 21 નખવાળા કાચબા અને કાળા કૂતરાની માગણી કરવામાં આવી. જો કે આ માગણીનો અસ્વિકાર કરતા યુવતીએ સગાઇ તોડી નાખી અને લગ્ન કરવાનો ઇનકાર કરી દીધો. 

ઘટનાની જાણવા મળેલી વિગત અનસુાર નાશિકમાં રહેતો અને સૈન્યમાં કામ કરતા યુવક અને સંભાજીનગરમાં રહેતી યુવકનું સગપણ નક્કી થયા બાદ સગાઈ થઈ હતી. એ સમયે બંને પક્ષ વચ્ચે દહેજમાં સવા બે લાખ રૂપિયા અને સોનાની વીંટી આપવાનું નક્કી થયું હતું. એ મુજબ ઈંટનો વ્યવસાય કરતા પિતાએ સગાઈમાં આ માગણી પૂરી કરી હતી.

Advertisement


 

 

 

 

 

એ પછી વર પક્ષના લોકોએ યુવતીને નોકરી અપાવીશું એમ જણાવી રૂ. 10 લાખ રોકડા, 21 નખનો જીવતો કાચબો, લેબ્રેડોર શ્વાન અને અન્ય માગણીઓ કરી હતી. યુવતીના પિતાએ શરૂઆતમાં થોડા રૂપિયા આપ્યા પણ સતત માગણીથી કંટાળીને યુવતીએ લગ્નનો નકાર આપ્યો અને પોલીસમાં ફરિયાદ નોંધાવવામાં આવી.

એવી માન્યતા છે કે કાળો શ્વાન ઘરમાં હોય તો હંમેશા શાંતી રહે છે. જ્યારે 21 નખવાળો કાચબો ઘરમાં હોય તો સુખસમૃદ્ધિ રહે છે અને સંપત્તિ આવે છે. આ અંધશ્રદ્ધાને કારણે દહેજમાં શ્વાન અને કાચબાની માગણી કરવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે.