મેરાન્યૂઝ નેટવર્ક.પટણાઃ બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમારએ મગળવારે રાત્રે દાવો કર્યો હતો કે, તેમને ભાજપ અધ્યક્ષ અમિત શાહે ચૂંટણી રણનીતિકાર પ્રશાંત કિશોરને જદ (યુ)માં શામેલ કરી લેવા માટે બે વાર ફોન કરી સલાહ આપી હતી. નીતિશએ એક ખાનગી સમાચાર ચેનલના કાર્યક્રમમાં ચૂંટણી રણનીતિકારથી નેતા બનેલા પ્રશાંત કિશોરને પોતાના રાજનૈતિક ઉત્તરાધિકારી તરીકે જોવા સાથે જોડાયેલા એક સવાલના જવાબમાં વાત કહી હતી. કિશોરને ગત વર્ષે સપ્ટેમ્બરમાં જદ (યુ)માં શામેલ કરવામાં આવ્યા હતા અને થોડા જ અઠવાડિયાઓમાં તેમને પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ બનાવી દેવાયા હતા. તે પહેલા એવી અટકળો આવી હતી કે કુમાર તેમને પોતાના ઉત્તરાધિકારી બનાવવા અંગે વિચારી રહ્યા છે.

તેમણે કહ્યું કે, તે અમારા માટે નવા નથી. તેમણે અમારા સાથે 2015ની વિધાનસભા ચૂંટણી દરમિયાન પણ કામ કર્યું હતું. થોડા સમય માટે તે બીજા સ્થાને વ્યસ્ત હતા. કૃપા કરી મને જણાવવા દો કે અમિત શાહે આ મુદ્દા પર બે વાર કિશોરને જદ (યુ)માં શામેલ કરવા કહ્યું હતું. પ્રશાંત કિશોરને સમાજના તમામ તબક્કાઓથી યુવા પ્રતિભાઓને રાજનીતિ તરફ આકર્ષિત કરવાનું કામ સોંપ્યું છે. રાજનૈતિક પરિવારોમાં નહીં જન્મેલા લોકોની રાજનીતિથી પહોંચ દૂર થઈ ગઈ છે. કુમારે કહ્યું કે મને પ્રશાંત કિશોર સાથે ઘણો લગાવ છે, પરંતુ, ઉત્તરાધિકારી જેવા3 વાતો આપણે ન કરવી જોઈએ, આ કોઈ રાજાશાહિ નથી.

બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમારે કહ્યું કે, પૂર્વ ઉપમુખ્યમંત્રી અને રાજદ નેતા તેજસ્વી યાદવ સામે ભ્રષ્ટાચારના આરોપો પર પગલા લેવામાં કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીની ‘અસક્ષમતા’ના કારણે તે વિપક્ષી ગઠબંધનથી બહાર નીકળી ગયા. કુમારે દાવો કર્યો કે તેમની પાર્ટીએ 2015ની વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસને 40 સીટ અપાવવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી જેનાથી (ગઠબંધન છોડવા અંગે) હું ફરી વિચાર કરી શકતો હતો.

કુમારે કહ્યું, હંમેશા મારી રુચી રહી છે કે ગુનાખોરી, ભ્રષ્ટાચાર અને સાંપ્રદાયિક્તાને લઈને કોઈ બાંધછોડ ન થાય. તેમની કાર્યશૈલી આ રીતેની હતી કે મારા માટે કામ કરવાનું મુશ્કેલ થઈ જતું હતું. તમામ સ્તરો પર હસ્તક્ષેપ હતો, તેમના લોકો પોતાના ફરમાનો સાથે પોલીસ મથકોમાં ફોન કરતા હતા. તેમણે આ વાત એક ખાનગી ચેનલ દ્વારા આયોજીત કાર્યક્રમમાં કરી હતી.