મેરાન્યૂઝ નેટવર્ક.નવી દિલ્હી : ભારતની સ્ટાર અને યુવા ગોલ્ફર અદિતિ અશોક તેના પ્રથમ ઓલિમ્પિક મેડલને એક સ્થાનથી ચૂકી ગઈ. વર્લ્ડ રેન્કિંગમાં 200 મો ક્રમાંક ધરાવતી આ ખેલાડી તેના બીજા ઓલિમ્પિકમાં ચોથા સ્થાને રહી હતી. 23 વર્ષીય અદિતિએ ચાર દિવસ સુધી ચાલેલી ચાર રાઉન્ડની રમતમાં વિશ્વની નંબર વન નેલી કોરડાને કઠિન લડત આપી હતી. તેણીએ ત્રણ દિવસ માટે બીજા અને ત્રીજા સ્થાન પર ઘણી વખત રહી. એક સમયે એવું લાગતું હતું કે અદિતિ ગોલ્ફમાં ભારતને ઓલિમ્પિકના ઇતિહાસમાં પ્રથમ મેડલ અપાવશે, પરંતુ આજે તે છેલ્લા દિવસે તેના પ્રતિસ્પર્ધીથી પાછળ પડી ગઈ હતી.

અદિતિની આ બીજી ઓલિમ્પિક છે અને તેણે તે સિદ્ધિ હાંસલ કરી જે આજ પહેલા ઓલિમ્પિકમાં કોઈ ભારતીય મહિલા ગોલ્ફરે હાંસલ કરી ન હતી. અદિતિ ઓલિમ્પિક ગેમ્સમાં ચોથું સ્થાન મેળવનાર પ્રથમ ભારતીય મહિલા ગોલ્ફર છે. આ જ કારણ છે કે અદિતિના પર્ફોર્મન્સની દરેક જગ્યાએ ચર્ચા થાય છે અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીથી લઈને રાષ્ટ્રપતિ સુધી દરેક તેની પ્રશંસા કરી રહ્યા છે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ભવિષ્ય માટે શુભેચ્છાઓ પાઠવી છે

Advertisement


 

 

 

 

 

રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે કહ્યું ઐતિહાસિક પ્રદર્શન

દેશને ગોલ્ફ જોવાની ફરજ પાડી