મેરાન્યૂઝ નેટવર્ક.ટોક્યોઃ ટોક્યો ઓલમ્પિકમાં ભારત માટે સૌથી મોટી ખુશખબર પીવી સિંધુના બ્રોન્ઝ મેડલ જીતવા પર આવી છે. ત્યાં જ ભારતીય હોકી ટીમ 4 દશકા પછી ઓલમ્પિકમાં સેમીફાઈનલમાં પહોંચવામાં સફળ થઈ ગઈ છે. ત્યાં જ ભારતીય મહિલા હોકી ટીમે કમાલ ટીમે કમાલ કરતાં વિશ્વની નંબર 2 ટીમ ઓસ્ટ્રેલિયાને ક્વાર્ટર ફાઈનલમાં હરાવીને સેમીફાઈનલમાં જગ્યા બનાવી લીધી છે. ભારતે ઓસ્ટ્રેલિયાને 1-0થી હરાવીને સેમીફાઈનલમાં પોતાની જગ્યા કરી લીધી છે. ભારતની જોરદાર દોડવીર દુતી ચંદ મહિલા 200 મીટર હીટ ચારમાં સેમીફાઈનલની દોડથી બહાર થઈ ગઈ છે.

બીજી બાજુ પોતાા ક્વાર્ટર ફાઈનલમાં ભારતીય મહિલા હોકીટીમને હાફ ટાઈમ સુધી ઓસ્ટ્રેલિયા પર 1-0થી આગળની પોઝિશન બનાવી રાખી હતી. ચક્કર ફેંકના ફાઈનલમાં કમલપ્રીત કૌરની ફાઈનલ આજે રમાવાની છે. જોકે કમલપ્રીત કૌરની મેડલ મેળવવાની આશા હવે રહી નથી. ઘોડેસવારીમાં ફવાદ મિર્જા, ઈવેંટિંગ જંપિંગ વ્યક્તિગત ક્વોલીફાયરમાં ઉતનાર છે. નિશાનેબાજીમાં સંજીવ રાજપૂત અને એશ્વર્યા પ્રતાપ સિંહ તોમર, પુરુષ 50 મીટર રાઈફલ થ્રી પોઝીશન ક્વોલીફિકેશનમાં પોતાની કિસ્મત અજમાવશે.