મેરાન્યૂઝ નેટવર્ક.નવી દિલ્હી : ભારતની સ્ટાર બેડમિન્ટન ખેલાડી પીવી સિંધુએ ટોક્યો ઓલિમ્પિકમાં બ્રોન્ઝ મેડલ જીત્યો છે. સિંધુએ ચીની ખેલાડી બિંગ શિયાઓને સીધા સેટમાં હરાવીને ઈતિહાસ પણ રચ્યો હતો. તે બે ઓલિમ્પિક મેડલ જીતનાર પ્રથમ ભારતીય ખેલાડી પણ બની છે. આ પહેલા સિંધુએ 2016 ની રિયો ઓલિમ્પિકમાં સિલ્વર મેડલ જીત્યો હતો. સિંધુનો આ સતત બીજો ઓલિમ્પિક મેડલ છે. સિંધુના મેડલની સાથે જ બીજો મેડલ પણ ભારતની બેગમાં આવી ગયો છે.

સિંધુની બ્રોન્ઝ મેડલ મેચની વાત કરીએ તો તેણે તેના પ્રતિસ્પર્ધીને સીધા સેટમાં 21-13 અને 21-15થી હરાવી હતી. 53 મિનિટ સુધી ચાલેલી મેચમાં સિંધુએ શરૂઆતથી જ ચીની ખેલાડી પર પ્રભુત્વ જમાવ્યું હતું.
 

Advertisement