મેરાન્યૂઝ નેટવર્ક.ટોક્યોઃ  ટોક્યોમાં 17 દિવસો સુધી ચાલેલા ખેલોનો મહાકુંભ રવિવારે એટલે કે આઠ ઓગસ્ટે સમાપ્ત થઈ ગયો છે. રમતના આ મહાકુંભમાં ભારત એક ગોલ્ડ, બે સિલ્વર અને ચાર બ્રોન્ઝ મેડલ સાથે શૃંખલામાં 48મા નંબર પર રહ્યું છે. આજના સમાપન સમાપન સમારોહમાં કાંસ્ય પદક વિજેતા બજરંગ પુનિયાએ તિરંગો પકડીને ભારતીય દળની આગેવાની કરી હતી. ઉદ્ઘાટન સમારંભરમાં ખેલાડીઓએ જ્યાં પારંપરિક પોશાક પહેર્યા હતા ત્યાં જ સમાપન સમારંભમાં ખેલાડીઓએ ટ્રેક સૂટ સાથે હાજરી આપી હતી. સમાપન સમારંભમાં અમુક જ ખેલાડીઓએ ભાગ લીધો હતો. આપને જણાવી દઈએ કે ઓલમ્પિકના ઉદ્ઘાટન સમારંભમાં પુરુષ હોકી ટીમના કેપ્ટન મનપ્રીત સિંહ અને એમસી મેરીકોમ ભારતના ધ્વજવાહક હતા.

ચાલો આપણે તમને જણાવીએ કે રમતગમતનો આ તહેવાર આપણા બધા માટે છે અને તે સાબિત કરે છે કે આશાનું કિરણ હંમેશા જીવંત રહે છે. આ ઓલિમ્પિક રમત અન્ય કરતા સંપૂર્ણપણે અલગ હતી. આ કોરોના રોગચાળા વચ્ચે આપણે જે અનુભવ્યું છે, તે ભાગ્યે જ પહેલા ક્યારેય કર્યું હશે પરંતુ સાથે મળીને અમે તેને વાસ્તવિકતા બનાવી. 205 દેશો, 33 રમતો, 339 ઇવેન્ટ્સ અને 11 હજારથી વધુ રમતવીરોએ આ ગેમ્સના મહાકુંભમાં ભાગ લીધો હતો. આ વખતે ટોક્યો ઓલિમ્પિકમાં, ભારત સૌથી મોટી સંખ્યા (128)માં ટોક્યો પહોંચ્યું, જેણે કુલ 18 સ્પોર્ટ્સ ઇવેન્ટ્સમાં ભાગ લીધો. તમામ ખેલાડીઓએ પોતાનું સર્વશ્રેષ્ઠ પ્રદર્શન કર્યું પરંતુ કેટલાક મેડલ સુધી પહોંચવામાં ચૂકી ગયા જ્યારે કેટલાક વિજયી બન્યા અને દેશને ગૌરવ અપાવ્યું, જોકે જેઓ ચુકી ગયા તેમની પણ મહેનત અથાક હતી, તેમણે પણ પોતાના તિરંગાને ટોચ પર મુકવાના તમામ પ્રયત્નો કર્યા જે પ્રયત્નો પણ મેરાન્યૂઝ દ્વારા આવકાર્ય છે.

Advertisement