મેરાન્યૂઝ નેટવર્ક.જાપાનઃ આ સમાચાર આમ તો જાપાનના છે પરંતુ માનવીય સંવેદનાઓના સીમાડા નથી હોતા. આ સમાચાર એવા છે જે વાંચીને તમે ડગી જશો કે આખરે આવું કેમ થયું. એક માતા પોતાની ત્રણ વર્ષની બાળકીને ઘરમાં એકલી મુકીને બોયફ્રેન્ડને મળવા ગઈ. એક અઠવાડિયાથી વધુ દિવસો સુધી તો તે ઘરે ન આવી અને જ્યારે તે ઘરે આવી તો બાળકી ભૂખથી મોતને ભેટી ગઈ હતી.

8 દિવસ સુધી ઘરે ન આવી

જાપાન ટાઈમ્સના સમાચાર મુજબ, મામલો ટોકિયોનો છે. Saki Kakehashi પોતાની ત્રણ વર્ષીય દીકરી નોઆને ઘરમાં જ એકલી મુકીને બોયફ્રેન્ડ સાથે Kagoshima Prefecture ફરવા ગઈ હતી. ત્યાંથી તે 8 દિવસ પછી એટલે કે 13 જુનએ પાછી આવી તો જોયું કે તેની દીકરી શ્વાસ નથી લઈ રહી. તેણે ઈમર્જન્સી કોલ કર્યો, માસૂમને હોસ્પિટલ લઈ ગઈ. જ્યાં તબીબે તેને મૃત જાહેર કરી હતી.

પોસ્ટ મોર્ટમમાં આવી આ ચોંકાવનારી વિગત

જ્યારે બાળકીના શરીરનું પરીક્ષણ કરવામાં આવ્યું તો ખબર પડી કે તેણે ગત ઘણા દિવસથી કાંઈ ખાયું ન હતું. અહીં સુધી કે તેનું પેટ બિલકુલ ખાલી હતું. તેના શરીરમાં પાણીની ઉણપ પણ હતી. જે તમામ કારણોને પગલે તેનું મોત થઈ ગયું હતું. બાળકીની હાલત એવી હતી કે ઘણા દિવસો સુધી તેના ડાયપર પણ બદલાયા ન હતા.

માતાએ કહ્યું- ન્હોતી ખબર કે તે મરી જશે

Saki Kakehashiએ તપાસકર્તાઓને કહ્યું કે, તેણે એ ક્યારેય વિચાર્યું ન હતું કે તેની દીકરી મરી જશે, ઉપરથી તેને લાગ્યું હતું કે બધુ યોગ્ય થઈ જશે. આપને જણાવી દઈએ કે માં-દીકરી વર્ષ 2017થી એકલા રહી રહ્યા છે. ગત વર્ષે તેણે પોતાની દીકરીનો ચેકઅપ પણ કરાવ્યો ન હતો. ઘણીવાર તેના બીમાર થવા છતાં પણ. હાલ માતાની ધરપકડ કરાઈ છે. કાયદાકીય કાર્યવાહી ચાલી રહી છે.