મેરાન્યૂઝ નેટવર્ક.અરવલ્લી : ટોક્યો ઓલિમ્પિકમાં ભારતીય પુરૂષ હોકી ટીમે બ્રોન્ઝ મેડલ મેળવતા અરવલ્લી જિલ્લામાં હોકી ખેલાડીઓએ ઉજવણી કરી હતી  આ સાથે જ ભારતીય મહિલા હોકી ટીમ પણ દેશ માટે મેડલ જીતે તેવી શુભેચ્છાઓ ખેલાડીઓએ પાઠવી હતી અરવલ્લી જિલ્લા હોકી દ્વારા કોલેજ કેમ્પમાં આવેલા હોકી ગ્રાઉન્ડ ખાતે હોકીના ખેલાડીઓ એકત્રિત થયા હતા અને એકબીજાને મીઠાઈ ખવડાવી આતિશબાજી પણ કરી હતી,ઘણાં વર્ષો પછી ભારતીય પુરૂષ હોકી ટીમને ઓલિમ્પિકમાં મેડલ મળતી હોકી ખેલાડીઓમાં ખુશી જોવા મળી હતી,અરવલ્લી જિલ્લામાં સ્પોર્ટ્સ ઓથોરિટી ગુજરાત દ્વારા હોકી માટે વિશેષ આયોજન કરવામાં આવતું હોય છે ત્યારે જિલ્લાના ખેલાડીઓમાં હોકી પ્રત્યે લગન છે, આજે ભારતીય હોકી ટીમે બ્રોન્ઝ મેડલ દેશ માટે લાવતા તેઓના ચહેરા પર ખુશી છલકતી જોવા મળી અને તમામ ખેલાડીઓ ઝૂમી ઊઠ્યા હતા.