મેરાન્યૂઝ નેટવર્ક, અમદાવાદ: બહુ ચર્ચાસ્પદ બનેલી ફિલ્મ પદ્માવતને સિનેમાઘરોમાં રજૂ કરવા માટે એક તરફ સરકાર દ્વારા પ્રતિબંધ મુકાવવામાં આવ્યો તો આજે સુપ્રીમે કોર્ટે આ પ્રતિબંધ હટાવી પદ્માવતને દર્શકો માટે ખુલ્લી મૂકવાની જ્યાં મંજુરી આપી ત્યાં જ તેના વિરોધાભાસી પ્રતિભાવો આવવાના શરુ થઇ ગયા. આજે સૌરાષ્ટ્રના બાવળા-બગોદરા હાય-વે પર રાજપૂતોએ ચક્કાજામ કરતા ઉત્તેજના વ્યાપી ગઈ હતી. જ્યારે બીજી તરફ આ ચક્કાજામની રાજ્યમાં ઘેરી અસર ન પડે તે ધ્યાને લઇ તંત્ર તરત સક્રિય થઇ ગયું હતું અને વિરોધપોલીસ તંત્ર ઘટના સ્થળે પહોચી ગયું હતું. ત્યારે વિરોધ પ્રદર્શન કરનારાઓ ત્યાંથી જતા રહ્યા હતા. પરંતુ ચક્કાજામ વખતે ત્યાં પડેલા ટાયરો અને અન્ય ચીજોના કારણે ત્યાં ટ્રાફિક જામ થઇ ગયા હતા. જેથી સ્થિતિને સુવ્યવસ્થિત કરી પોલીસે પરિસ્થિતિને પૂર્વવત કરી હતી. જ્યારે આ બધી ભાજપ અને સેન્સર બોર્ડની મિલી ભગત હોવાનું પણ વિરોધ કરી રહેલ લોકોનું કહેવું હતું.

જ્યારે સુપ્રીમ કોર્ટ દ્વારા ફિલ્મ રજૂ કરવાની મંજૂરી અપાઈ ગઈ છે તે બાબતે સુપ્રીમ કોર્ટનું કહેવું છે કે આર્ટીકલ ૨૧ મુજબ સહુને અભિવ્યક્તિનો અધિકાર છે. અને રાજ્યોનો ફિલ્મ પર પ્રતિબંધ સંવૈધાનિક ન ગણાય. તેની સાથે ફિલ્મ દર્શકોની જવાબદારી પણ જે તે રાજ્યોની જ છે એમ સુપ્રીમે જણાવ્યું હતું.

જ્યારે સેન્સર બોર્ડની પરવાનગી બાદ પણ ચાર રાજ્યોમાં હતો આ મુદ્દે બેન જેને લઈને વિવાદ ઘેરો બન્યો હતો. જ્યારે હવે સુપ્રીમનો આદેશ આવી જતા ફિલ્મ પદ્માવત તા.૨૫મી જાન્યુઆરીના રોજ રીલીઝ થશે. ગુજરાતના સિનેમાગૃહોમાં પણ આ ફિલ્મ રીલીઝ કરવામાં આવશે.