મેરાન્યૂઝ નેટવર્ક.નવી દિલ્હીઃ વકીલો અને દિલ્હી પોલીસ વચ્ચે તકરાર હવે રોકાવાનું નામ લેતી નથી. પોલીસ કર્મચારીઓ સામે કાર્યવાહી કવરાની માગને લઈને દિલ્હીના સાકેત અને રોહિણી કોર્ટ બહાર વકીલો વિરોધ અને નારેબાજી કરે છે. આ દરમિયાન રોહિણી કોર્ટની બહાર એક શખ્સે આત્મદાહ કરવાની ધમકી આપી. તે પહેલા મંગળવારે આઈટીઓમાં દિલ્હી પોલીસ દ્વારા ધરણા પણ કરવામાં આવ્યા આ વચ્ચે પોલીસ કર્મચારીઓની અપીલ પર દિલ્હી હાઈકોર્ટમાં સુનાવણી ચાલી છે. 

પોલીસ અને વકીલો વચ્ચેની આ તકરારની આગ હવે ઉત્તર પ્રદેશમાં પણ પહોંચી ગઈ છે. યુપીમાં બાર કાઉન્સીલએ એલાન કર્યું છે કે 8 નવેમ્બરએ વકીલો હડતાળ પર રહેશે.

દિલ્હી હાઈકોર્ટે સાકેત ડિસ્ટ્રીક્ટ કોર્ટની ઘટનામાં વકિલો સામે ફરિયાદ દાખલ કરવાની પોલીસના એક બીજા આવેદનને પણ ફગાવી દીધું છે. દિલ્હી હાઈકોર્ટે ગૃહ મંત્રાલયની અરજીને ખારીજ કરી દીધી છે. જેમાં તીસ હજારી કોર્ટમાં પોલીસ અને વકીલોના વચ્ચે થયેલા ટકરાવના મામલે હાઈકોર્ટના 2 નવેમ્બરના આદેશ પર સ્પષ્ટી કરણ માગ્યા હતા. દિલ્હી હાઈકોર્ટે પુનર્વિચારની અરજી ફગાવી દીધી હતી અને વકીલો પર કોઈ કાર્યવાહી નહીં થાય. વકીલોની માગણી ચે કે પોલીસ કર્મીઓ સામે કાર્યવાહી કરવામાં આવે. સાથે જ વકીલોનું એવું કહેવું છે કે પોલીસ વાળાઓએ જ અમને ઉશકેર્યા હતા.

દિલ્હી પોલીસ અને વકીલો વચ્ચે થયેલા વિવાદને લઈને ગૃહમંત્રાલય દ્વારા ફાઈલ કરાયેલી અરજી પર દિલ્હી હાઈકોર્ટમાં સુનાવણી ચાલી હતી. કોર્ટે સાફ કહ્યું કે, વકિલો સામે દંડાત્મક કાર્યવાીહ નહીં કરાય. તે ઉપરાંત દિલ્હી પોલીસની બીજી અરજી પણ ફગાવી દેવામાં આવી છે. હાઈ કોર્ટે કહ્યું કે, નવેમ્બરના આદેશમાં સ્પષ્ટીકરણની કોઈ જરૂરત નથી કારણ કે તે પોતે જ સ્પષ્ટ છે.