મેરાન્યૂઝ નેટવર્ક.નવી દિલ્હીઃ બોલિવુડના અભિનેતા સુશાંત સિંહ રાજપૂતની આત્મહત્યા અને તેની મેનેજરની આત્મહત્યાને હજુ વધુ સમય થયો નથી ત્યાં એક બીજી જાણિતી વ્યક્તિએ આત્મહત્યા કરી લીધી છે. દિલ્હીની રહેનારી 16 વર્ષની ટીકટોક ગર્લ સિયા કક્કડએ ગત રાત્રે પોતાના ઘરમાં ફાંસો ખાઈને આત્મહત્યા કરી લીધી છે. સિયાના આ આકસ્મિક પગલાને પગલે ફક્ત તેના પરિવારના જ લોકો નહીં પણ તેના ફોલોઅર્સ પણ અચંબીત થઈ ગયા હતા. જોકે હાલ પોલીસ આ મામલામાં કાંઈ કહી રહી નથી પરંતુ કેટલાક પરિવારના લોકોનું માનીએ તો આ ચોંકાવનારો ખુલાસો કહી શકાય.

કહેવાઈ રહ્યું છે કે સિયાએ પોતાના મોતથી થોડા સમય પહેલા એક ડાન્સ વીડિયો પોસ્ટ કર્યો હતો. તે વખતે તે સામાન્ય જેવી જ દેખતી હતી. એટલું જ નહીં ગત રાત્રે આખરી વખતે પોતાના મેનેજર સાથે પણ તેની વાત થઈ ત્યારે પણ તે સામાન્ય લાગતી હતી. એવામાં કોઈને પણ સમજમાં નથી આવતું કે સિયાએ આવું કેમ કર્યું હશે.

પોલીસે તો કાંઈ કહેવાની જ ના પાડી દીધી છે પરંતુ કેલાક પારિવારિક સુત્રોનો દાવો છે કે સિયાને ગત કેટલાક દિવસથી ટિકટોક પર વીડિયો બનાવવાના માટે ધમકીઓ મળી રહી હતી. તેમાં ક્યારેક ક્યારેક તે પરેશાન થઈ જતી હતી. જોકે આ વાત સ્પષ્ટ રૂપે કહી શકાય તેમ નથી કે સિયાના મૃત્યુનું કારણ આ જ છે.

સિયા દિલ્હીની ગીતા કોલોનીમાં પોતાના પરિવાર સાથે રહેતી હતી. તેના પરિવારમાં માતા-પિતા ભાઈ અને બહેન છે. સિયા હાલમાં જ ઈંસ્ટાગ્રામ સ્ટોરીમાં પોતાનો ડાન્સ વીડિયો પોસ્ટ કરી ચુકી હતી, જેમાં તે પંજાબી ગીત પર ડાન્સ કરતી દેખાઈ રહી છે. 

સિયાના મેનેજર અર્જુન સરીનના કહ્યા મુજબ, બુધવારે રાત્રે તેની એક ગીત મામલે સિયા સાથે વાત થઈ હતી. તે સારા મુડમાં હતી એકદમ સારી હતી. તેના મેનેજરે કહ્યું કે તેમને ન્હોતો ખ્યાલ કે આખરે આવું કેવી રીતે થઈ ગયું અને કેમ સિયાએ આ પગલું લીધું હશે.