મેરાન્યૂઝ નેટવર્ક.નવી દિલ્હીઃ લદ્દાખની ગલવાન ઘાટી ખાતે ચીની સૈનિકો સાથે થયેલી હિંસક અથડામણની ઘટનાને પગલે TikTok સહિત 59 એપ્સ ભારત સરકારે બેન કરી દીધી છે, પ્રતિબંધ લગાવી દીધો છે. ચીની શોર્ટ વીડિયો શેરિંગ એપ TikTokના મુખ્ય કાર્યકારી અધિકારી (સીઈઓ) કેવિન મેયરએ ભારતના કર્મચારીઓને પત્ર લખ્યો છે. કંપનીની વેબસાઈટ પર એક પોસ્ટમાં કહેવાયું છે કે, TikTokમાં આપણા પ્રયાસ ઈટરનેટના લોકતાંત્રિકરણ કરવાી અમારી પ્રતિબદ્ધતા દર્શાવે છે. અમે માનીએ છીએ કે ઘણા હદ સુધી અમે આ પ્રયાસમાં સફળ રહ્યા છીએ... જોકે પોતાના મિશનના માટે સંકલ્પબદ્ધ અને પ્રતિબદ્ધ છે અને સુરક્ષા જરૂરિયાતોનું પાલન કરવા માટે TikTok કામ કરતું રહેશે અને ઉપયોગકર્તાની ગુપ્તતતા અને અખંડતા પર સૌથી વધુ મહત્વ રાખે છે. મેયર TikTokના મુખ્ય કાર્યકારી અધિકારી અને ByteDanceમા મુખ્ય પરિચાલક અધિકારી છે.

મેયરે, "ભારતમાં અમારા કર્મચારીઓ માટે સંદેશ" આ મથાળા હેઠળ કરાયેલી પોસ્ટમાં કહેવાયું છે કે, "2018થી અમે એ સુનિશ્ચિત કરવા માટે ઘણી મહેનત કરી છે કે ભારતમાં 200 મિલિયનથી વધુ યૂઝર્સ પોતાની ખુશી અને ક્રિએટિવીટિને વ્યક્ત કરવામાં સક્ષમ બની રહે અને એક વધતા વૈશ્વિક સમુદાયના સાથે અનુભવ જાહેર કરે" ભારતમાં પોતાના કર્મચારીઓની નોકરીની સુરક્ષાને લઈને વધતી ચિંતા વચ્ચે સીઈઓએ પોતાના પોસ્ટમાં લખ્યું કે, અમારા કર્મચારી અમારી સૌથી મોટી તાકાત છે. તેમની ભલાઈ અમારી સર્વોચ્ચ પ્રાથમિક્તા છે. અમે 2000તી વધુ મજબૂત કર્માચારીઓને પણ આશ્વસ્ત કર્યા છે કે અમે સકારાત્મક અનુભવ અને અવસરોને બહાલ કરવા માટે જે પણ અમારાથી સંભવ થશે તે કરીશું.

ભારત સરકાર તરફથી પ્રતિબંધના સાથે વીડિયો શેરિંગ એપ TikTok મંગળવારે દેશમાં બંધ થઈ ગયું. તેને દેશમાં ગૂગલ પ્લે સ્ટોર પરથી અને એપલ પ્લે સ્ટોરથી હટાવી દેવાયા છે. સરકારે સોમવારે TikTok સહિતની 59 ચીની એપ્સને બેન કરી હતી. થોડા યૂઝર્સના મુજબ મંગળવારે કેટલાક સમય સુધી તે TikTokનો ઉપયોગ કરી શક્તા  હતા. TikTokના અંદાજીત 20 કરોડ યૂઝર્સ હતા.