મેરાન્યૂઝ નેટવર્ક.નવી દિલ્હીઃ મહારાષ્ટ્રના યવતમાલમાં વર્ષ 2018માં કથિત મેનઈટર વાઘણ અવનીને મારવાના મામલામાં સુપ્રીમ કોર્ટે મહારાષ્ટ્રના અધિકારીઓના સામે અવમાનના કાર્યવાહી કરવાથી ઈન્કાર કરતાં કહ્યું કે વાઘણને મારવાનું પગલું સુપ્રીમ કોર્ટના આદેશો અંતર્ગત લેવાયું હતું.

દેશના પ્રધાન ન્યાયાધીશ એટલે કે સીજેઆઈ એસ એ બોબડેએ કહ્યું કે, મામલાને ફરીથી ખોલવા નથી માગતા, કારણ કે વાઘણને મારવાની પરવાનગી સુપ્રીમ કોર્ટ પાસે લેવાઈ હતી અને વાઘણને મારવાનો જશ્ન મનાવવામાં અધિકારી શામેલ ન્હોતા, પણ ફક્ત ગામના લોકોએ જશ્ન મનાવ્યો હતો.

સુનાવણી દરમિયાન મહારાષ્ટ્ર સરકારએ સોગંદનામામાં કહ્યું કે વાઘણને મારવાની પરવાનગી સુપ્રીમ કોર્ટ પાસે લીધી હતી અને આ ઉપરાંત વાઘણના મર્યા પછી ગામના લોકોએ ઉત્સવ પણ મનાવ્યો હતો. કોર્ટે કહ્યું કે તેનું સરકાર સાથે કોઈ લેવા-દેવા નથી અને અધિકારીઓએ ઉત્સવ મનાવ્યો ન્હોતો. તેથી અમે આ મામલામાં દખલ ન કરી શકીએ.


 

 

 

 

 

આ પછી અરજકર્તાએ અરજી પાછી લઈ લીધી છે અને સુનાવણી બંધ થઈ ગઈ છે. અરજીકર્તા સંગીતા ડોગરાએ કહ્યું કે ઉત્સવમાં નિમંત્રણ અધિકારીઓને પણ અપાયુ હતું અને તેનો તેમણે વિરોધ ન્હોતો કર્યો. ગત સુનાવણીમાં મહારાષ્ટ્ર સરકારના વન વિભાગના પ્રમુખ સચિવ વિકાસ ખરગે સહીત 9 અધિકારીઓને અવમાનના નોટિસ આપવામાં આવી હતી.

વર્ષ 2018માં સુપ્રીમ કોર્ટએ પોતાના આદેશમાં કહ્યું હતું કે વાઘણને પહેલા બેભાન કરીને રેસ્ક્યૂ સેન્ટર લઈ જવાના પ્રયત્નો થાય. પરંતુ જો માર્યા વગર કોઈ વિકલ્પ ન હોય તો જીવના નુકસાનને બચાવવા માટે તેને મારી દેવામાં આવે, પરંતુ મારનારને કોઈ પુરસ્કાર આપવામાં આવશે નહીં. સીજેઆઈ એસ એ બોબડેએ કહ્યું કે વાઘણને મારવા પર પુરસ્કાર આપવા માટે નોટિસ ઈશ્યૂ કરી રહ્યા છીએ.