મેરાન્યૂઝ નેટવર્ક.મણિપુર: મણિપુરમાં 4 આસામ રાઇફલ્સ યુનિટની એક ટીમ પર ઉગ્રવાદીઓએ ઓચિંતા હુમલો કર્યો છે. આ હુમલામાં ટીમના ત્રણ સૈનિકો માર્યા ગયા છે, જ્યારે ચાર સૈનિકો ગંભીર રીતે ઘાયલ થયા છે. અહેવાલ છે કે આ ઘટના બુધવારે મોડી રાત્રે રાજધાની ઇમ્ફાલથી 100 કિલોમીટર દૂર ચાંદેલ જિલ્લામાં બની હતી.

 

સૂત્રોએ જણાવ્યું છે કે, મ્યાનમારની સરહદે આવેલા ચાંદેલ જિલ્લામાં સ્થાનિક જૂથ પીપલ્સ લિબરેશન આર્મીના ઉગ્રવાદીઓ દ્વારા એક હુમલામાં 4 આસામ રાઇફલ્સ યુનિટના ત્રણ સૈનિકો માર્યા ગયા હતા અને ચાર સૈનિકો ખરાબ રીતે ઘાયલ થયા હતા. ઘાયલ સૈનિકોને ઇમ્ફાલના પશ્ચિમ જિલ્લાની સૈન્ય હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. હુમલા પછી સેના ઉગ્રવાદીઓની શોધમાં સર્ચ ઓપરેશન ચલાવી રહી છે. આ સાથે જ ભારત-મ્યાંમાર સરહદ પર પહેરો પણ વધારી દેવાયો છે.

The terrorists first carried out an IED blast and then fired at the troops. Reinforcements have been rushed to the area which is 100 km from Imphal: Sources https://t.co/WgGVnZM8FQ

— ANI (@ANI) July 30, 2020

અહેવાલ મળી રહ્યા છે કે ઉગ્રવાદીઓએ પહેલા આઈઈડીમાં વિસ્ફોટ કર્યો અને ત્યારબાદ સૈનિકો પર ગોળીબાર કર્યો. ઇમ્ફાલથી 100 કિલોમીટર દૂર, તે વિસ્તારમાં વધારાની સૈન્યદળ મોકલવામાં આવી છે.