મેરાન્યૂઝ નેટવર્ક, દ્વારકા: ભગવાન શ્રી કૃષ્ણ સાથે સંકળાયેલ બેટ-દ્વારકા ભવ્ય ઈતિહાસ ધરાવે છે. બેટ દ્વારકામાં દરરોજ હજારો યાત્રીઓ આવી ભગવાનના નિવાસ્થાનના દર્સન કરી ધન્યતા અનુભવે છે. બેટ દ્વારકા મંદિરની મહામ્યતા અને યાત્રિકોના પ્રવાહ વચ્ચે આ ધાર્મિક સ્થળના વ્યવહાર માટે એક ટ્રસ્ટ બનવવામાં આવ્યું છે. વરસો પૂર્વે અસ્તિત્વમાં આવેલા આ ટ્રસ્ટના બંધારણ મુજબ ટ્રસ્ટનું સંચાલન થાય છે. જેમાં ટ્રસ્ટી મંડળમાં જામનગરના ધારાસભ્ય અને પૂર્વ રાજ્ય મંત્રી પ્રો. વસુબેન ત્રિવેદી સહિતનાઓનો સમાવેશ થાય છે. ભગવાન દ્વારકાધીસ મથુરા છોડી યાદવો સાથે કુશસ્થલી આવી નગરી રચાવી હતી. દ્વારકાનગરી અને બેટ દ્વારકા ભગવાન શ્રી કૃષ્ણનું નિવાસ્થાન ગણવામાં આવે છે, અહી ભગવાન પટરાણીઓ સાથે રાતવાસો કરતા હતા. ભગવાનના જીવન સાથે સંકળાયેલા આ દેવસ્થાનના વહીવટ અર્થે બનાવવામાં આવેલ ‘બેટ દ્વારકા મંદિર ટ્રસ્ટ’ હાલ ચર્ચામાં આવ્યું છે કેમકે વરસોથી આ ધાર્મિક સંસ્થા સાથે જોડાયેલા વશુબેન ત્રિવેદી, અગ્રણી ઉદ્યોગપતિ વજુભાઈ પાબારી અને દ્વારકાદાસ રાયચુરા (મોટાભાઈ) એ ટ્રસ્ટી પદેથી રાજીનામા આપી દેતા ચર્ચાઓનો દોર શરુ થયો છે. આંતરિક મંદિર ટ્રસ્ટના સુત્રોનું માનવામાં આવે તો, અમદાવાદના અમુક ટ્રસ્ટીઓ અને રાજીનામાં આપી દેનાર ત્રણેય વચ્ચે સુગમતા નથી. નાની બાબતે શરુ થયેલ વાદ વિવાદ અસંતોષમાં પરિવર્તન પામ્યો હતો. અંતે આ વિખવાદ રાજીનામાં સુધી પહોચ્યો હતો. અમદાવાદના ટ્રસ્ટીઓના મનમાની ભર્યા નિર્ણયોને લઈને આ નોબત સર્જાઈ છે. આ જ મનમાનીના કારણે ટ્રસ્ટમાં સર્જાયેલો આંતરકલહ બહાર આવ્યો છે.જોકે આ ત્રણેય ટ્રસ્ટીઓએ અમદાવાદ સ્થિત બેટ-દ્વારકાની સમિતિના પ્રમુખ રોહિતભાઈ મહેતાને આપેલ રાજીનામાં પત્રમાં અંગત વ્યવસ્તતાને આગળ ધરવામાં આવી છે. જોકે આ બાબતે એક પણ ટ્રસ્ટી મંડળનો સંપર્ક સાધી સકાયો નથી.

 અમદાવાદના નવા નીમાયેલા ટ્રસ્ટીઓ અને સ્થાનિક ત્રણેય ટ્રસ્ટીઓ વચ્ચે ઘણા સમયથી વિખવાદ ચાલી રહ્યો હતો, તમામ નિર્ણયોમાં મનમાની કરતા ટ્રસ્ટીઓ સામે બેટ-દ્વારકાના ગુગળી બ્રાહ્મણોએ વિરોધ પણ કર્યો હતો. આ બાબતે અનેક ફરિયાદો રાજ્ય સરકારને કરવામાં આવી હતી, ઉપરાંત કોર્ટનું ધ્યાન પણ દોરવામાં આવ્યું હતું.  

બેટ-દ્વારકાધીશ મંદિરના વહીવટ અંગે અનેક વિવાદો ચાલી રહ્યાં છે, ત્યારે એક અતિ મહત્ત્વની બાબત બહાર આવી છે. લગભગ પચાસ વર્ષથી કોઈપણ પ્રકારના કારણ વગર ભગવાન દ્વારકાધીશજીને ધરાવાતા હીરા જડીત ઝવેરાતો અને સુવર્ણના અલંકારો અમદાવાદમાં લોકરમાં રાખવામાં આવ્યાં છે. વરસો પૂર્વે રાખવામાં આવેલ આ આ આભુષણો અંગે રાજીનામું આપનાર વજુભાઈ પાબારીએ એક દાયકા પૂર્વે આ કિંમતી દાગીનાઓ સ્થાનિક તિજોરીમાં લઈ આવવા માટે ઠરાવ પણ કર્યો હતો. પરંતુ આ ઠરાવ માત્ર કાગળ પર જ રહી ગયો છે. ત્રણ માસ પહેલાં બેટ-દ્વારકામાં બેઠક મળી ત્યારે પણ ટ્રસ્ટીઓ આ મુદ્દો ચર્ચામાં આવ્યો હતો પણ કોઈ નિર્ણય પર આવ્યો ન હતો. બીજી તરફ વરસો પૂર્વે અમદાવાદમાં રાખી દેવાયેલા દાગીનાના લાંબા સમય બાદ અન્યને તો ઠીક, પણ ટ્રસ્ટીઓએ પણ દર્શન પણ કર્યા નથી, ત્યારે સવાલ એ છે કે ખરેખર દાગીના લોકર માં જ છે કે કેમ ? આવા ગંભીર આક્ષેપો પણ અમદાવાદના ટ્રસ્ટીઓ સામે થઈ રહ્યા છે. ત્યારે જામનગર અને દ્વારકા જીલ્લાના ત્રણ આગેવાનોના રાજીનામાંને લઈને ભગવાનના અભુષણો સામે સવાલો ઉભા થયા છે. ભગવાન દ્વારકાધીસ સાથે સંકળાયેલા મંદિરના આ ટ્રસ્ટમાં સબ સમુંસુતરું નથી એમ જરૂર લાગે જ છે. સાથે સાથે અમદાવાદ્દના ટ્રસ્ટીઓ સામે પણ ગંભીર આક્ષેપો થઇ રહ્યા છે. આ બાબતે ટ્રસ્ટી મંડળે હાલ જ ખુલાસો કરવો જોઈએ નહિતર ટ્રસ્ટી મંડળ પર રહેલી ભાવિકોની શ્રધ્ધા તૂટતા વાર નહિ લાગે.  

આ છે ટ્રસ્ટી મંડળ: વર્તમાન સમયમાં બેટ-દ્વારકા દેવસ્થાન સમિતિ ટ્રસ્ટી મંડળમાં રોહિતભાઈ સી. મહેતા (પ્રમુખ), વિનોદકુમાર જમનાદસ પાબારી, જામનગર (ઉપપ્રમુખ) અને કાલીન્દીવહુજી મહારાજ, દ્વારકા, જમનાદાસ લક્ષ્મીદાસ - મુંબઈ, શ્રીમતી વસુબેન ત્રિવેદી - જામનગર, શ્રી ગોસ્વામી ૧૦૮ કિશોરચંદ્રજી પુરૃષોત્તમલાલજી મહારાજશ્રી - જુનાગઢ, લીલાબેન ગૌરીશંકર ત્રિવેદી - જામનગર, દ્વારકાદાસ કેશવજી રાયચુરા - લાંબાબંદર, બુધુભા વિરમભા માણેક - મીઠાપુર, વલ્લભદાસ પરસોત્તમ સોની - ઓખા, સમીરભાઈ નવીનભાઈ પટેલ - અમદાવાદ, યજ્ઞેશભાઈ પાંડુરાવ દેસાઈ - અમદાવાદ – ટ્રસ્ટીઓનો સમાવેશ થાય છે.