મેરાન્યૂઝ નેટવર્ક.કેલિફોર્નિયાઃ કેલિફોર્નિયામાં આયોજીત એક ફૂડ ફેસ્ટિવલમાં થયેલા ગોળીબારમાં અત્યાર સુધી ત્રણ લોકોના મોત થયાની માહિતી મળી છે તો સાથે જ ઘટનામાં ૧૧ લોકો ઈજાગ્રસ્ત થયાની માહિતી છે. અમેરિકી મીડિયામાં છપાયેલા અહેવાલો અનુસાર, એક ગનમેનના હોવાની પૃષ્ટી થઈ ગઈ છે. તે ગોળીબારમાં ત્રણ લોકોના મોત થયા છે. આરોપી ગનમેનને પોલીસે પકડી પાડ્યો છે. એનબીસી ન્યૂઝના અહેવાલ અનુસાર ઘટનામાં ઓછામાં ઓછા પાંચ લોકોના મોત થયા છે.

એક અધિકારીએ કહ્યું, અત્યારે નિશ્ચિત રીતે કહી ન શકાય. મૃતકોની સંખ્યા વધી શકે છે. હાલની સ્થિતિ નિયંત્રણમાં છે. એક હોસ્પિટલના પ્રવક્તાએ કહ્યું કે ૫ લોકોને ગોળી વાગી છે, પરંતુ ઘાટલોની સ્થિતિ અંગે કાંઈપણ કહેવું મુશ્કેલ છે. તેમની તમામ સંભવ સારવાર કરાઈ રહી છે.

સેંટા ક્લારા વૈલી મેડિકલ સેન્ટરના પ્રવક્તાએ કહ્યું કે અમારી પાસે બે લોકો ગોળીથી ઘાયલ થયા બાદ લવાયા હતા થોડી જ વારમાં અમને ત્રણ વધુ લોકોને લાવવાની સૂચનાઓ મળી હતી. એક નજરે જોનારનું કહેવું છે કે, મારી આંખો સામેનો તે સમય હજુ તાજો છે, જ્યારે ગનમેને ગોળીઓ ચલાવવાની શરૂ કરી તેની ગનથી એક સેકન્ડમાં માનો ચારથી પાંચ ગોળીઓ ચાલી રહી હોય તેવું લાગ્યું.

સ્થાનીક પોલીસે નિવેદન જાહેર કર્યું કે મૃતકો અને પીડિતો પ્રતિ અમને સંવેદના છે. પોલીસની તરફી જાહેર નિવેદનમાં કહેવાયું છે કે, આજે ગાર્લિક ફેસ્ટિવલમાં જોડાયેલા પીડિતોના માટે શહેરની આંખો ભીની છે. અમારી પુરી સંવેદના પીડિત પરિવારો સાથે છે. પોલીસે સ્થાનિકોને નિર્દેશ આપ્યો છે કે પોતાના પરિચિતોની સ્થિતિ જાણવા માટે ઘટના સ્થળની જગ્યા પર ઉપચાર કેમ્પ અને હોસ્પિટલ જાઓ.

એક નજરે જોનારે એવું પણ કહ્યું કે એક શ્વેત વ્યક્તિએ ગોળીબાર કર્યો છે, જેની ઉંમર ૩૦ની આસપાસ હશે. તેમણે કહ્યું કે, મેં જોયું કે તે દરેક દિશામાં ગોળી ચલાવી રહ્યો હતો. તેથી વિશેષ કોઈને નિશાનો બનાવતો ન હતો. તે બસ ટ્રીગર દબાવ્યા કરતો અને ધાંય ધાંય ગોળી ચલાવી રહ્યો હતો.

અમેરિકી ૨૦૨૦ રાષ્ટ્રપતિ ચૂંટણીના ઉમેદવારોની દૌડમાં શામેલ સીનેટર કમલા હૈરિસે આ ઘટના પર ટ્વીટ કરતાં કહ્યું, ગિલરોયમાં સ્થળ પર પહોંચેલા દળ (ફર્સ્ટ રિસ્પોન્સ)ની હું આભારી છું અને એવી સંવેદનહીન હિંસામાં ઘાયલ થયેલાઓ સાથે મારી સંવેદના છે.