મેરાન્યૂઝ નેટવર્ક.બાયડ: બાયડ શહેરી અને ગ્રામ્ય વિસ્તારોમાં દેશી-વિદેશી દારૂની રેલમછેલ જોવા મળી રહી છે દારૂના ખપ્પરમાં યુવાધન બરબાદીના પંથે ધકેલાઈ રહ્યું છે બાયડ શહેરમાં ખુલ્લેઆમ પોલીસની આંખ નીચે વિદેશી દારૂનો વેપલો ચાલી રહ્યો છે વિદેશી દારૂની લતમાં અનેક લોકોએ જીવ ગુમાવતા કેટલાય પરિવારોના મોભી છીનવતા દારુણ પરિસ્થિતિમાં જીવવા મજબુર બન્યા છે બાયડ પોલીસ સ્ટેશનમાં મહિલા પી.આઈ. ગોહિલની નિમણુંક થતા શહેરની મહિલાઓ શહેરમાં ચાલતા દેશી-વિદેશી દારૂના અડ્ડા બંધ કરાવી દારૂની બદી ને લીધે તેમના ઉજળતા સેંથીના સિંદૂરની ની રક્ષા કરેની માંગ પ્રબળ બની છે બાયડ પોલીસ સ્ટેશનના કેટલાક ભ્રષ્ટ કર્મચારીઓ શહેરમાં ચાલતા ત્રણ વિદેશી દારૂના અડ્ડા અંગે  મહિલા પીઆઈ ગોહિલ થી દૂર રાખવામાં સફળ રહ્યા કે પછી મહિલા પી.આઈ આંખ આડે કાન કરે છે તેવી તરહ-તરહ ચર્ચાએ જોર પકડ્યું છે.

બાયડ શહેરમાં છેલ્લા કેટલાક વર્ષોથી પોલીસતંત્રના  છુપા આશીર્વાદ થી બુટલેગરો ફાટીને ધુમાડે ગયા હોવાનું લોકમુખે ચર્ચાઈ રહ્યું છે બાયડના મુખ્ય બજાર ગાબટ રોડ ત્રણ રસ્તા પર નજીક એક ઘરમાં, ચોઈલા રોડ પર રેલવે ફાટક નજીક મકાનમાં અને ભુખેલ રોડ પર વિદેશી દારૂના અડ્ડા ખુલ્લેઆમ ધમધમી રહ્યા છે વિદેશી દારૂના શોખીનોને દારૂના અડ્ડા ચલાવતા બુટલેગરો “બિયર બાર” જેટલી સુવિધા બિન્દાસ્ત ઉપલબદ્ધ કરાવતા દારૂડિયાઓ બેફામ બન્યા છે બાયડ શહેરનું યુવાધન અને કેટલાક  સગીરો પણ દારૂના રવાડે ચઢતા બરબાદીના પંથે ધકેલાઈ રહ્યા છે બાયડ શહેરમાં પોલીસતંત્રની આંખ નીચે ચાલતા ત્રણ વિદેશી દારૂના અડ્ડા અને દેશી-વિદેશી દારૂનો વેપલો મહિલા પી.આઈ ગોહિલ બંધ કરાવી દાદાગીરી કરવા માટે પંકાયેલા બુટલેગરોને કાયદાનું ભાન કરાવે તેવી માંગ શહેરના જાગૃત નાગિરિકોમાં ઉઠી છે.