મેરાન્યૂઝ નેટવર્ક.કાબુલઃ અફ્ઘાનિસ્તાનની સત્તા હવે તાલિબાનોએ પોતાના હાથે લઈ લીધી છે. જે પછી અહીંની જનતા દેશ છોડી અન્ય સ્થાને હિજરત કરવા મજબુર બની છે. લોકો ગભરાટમાં પોતાનો જીવ જોખમમાં મુકીને પણ પ્લેન પર ચઢી રહ્યા છે. આવા જ પ્રયત્નમાં કેટલાક લોકો પ્લેન પર ચઢી જતાં જ્યારે ફ્લાઈટ ઉડી ત્યારે તેમાંથી ત્રણ નીચે પટકાઈ ગયા હતા. કાબુલ એરપોર્ટ પર આ ઘટના ઘટી હતી. 

સોશિયલ મીડિયા પર આ ઘટનાનો વીડિયો વાયરલ થઈ રહ્યો છે વીડિયોમાં તમે જોઈ શકો છો કે વીડિયોમાં ઉડી રહેલા એક વિમાનમાંથી ત્રણ લોકો પડતાં સાફ જોવા મળે છે. આ વીડિયો અંગે કહેવાઈ રહ્યું છે કે આ ત્રણ લોકો એ હતા જેમણે વિમાનના બહારના ભાગમાં સંતાઈને દેશમાંથી નિકળવાનો પ્રયત્ન કર્યો હતો. માનવામાં આવી રહ્યું છે કે ઉડ્યા પછી તે લોકો વધુ સમય પોતાનું સંતુલન બનાવી શક્યા નહીં હોય અને પડી ગયા હશે.

Advertisement


 

 

 

 

 

આ ઉપરાંત પણ કેટલાક વીડિયો સામે આવ્યા છે જે અહીં દર્શાવ્યા છે. આપને એ પણ જણાવી દઈએ કે અફ્ઘાનિસ્તાન આ સમય પર સત્તા પરિવર્તનના મહાસંકટ સામે લડી રહ્યું છે. અહીંની સત્તા તાલિબાનોએ સંભાઈ લીધી છે અને પૂર્વ રાષ્ટ્રપતિ અશરફ ઘનીએ એ પણ દેશ છોડીને જઈ ચુક્યા છે. આ પહેલા રવિવારે રાજધાની કાબુલમાં તાલિબાનોએ દાખલ થવાના સાથે જ સ્થિતિ બગડેલી શરૂ થઈ હતી. તાલિબાનોના ડરને કારણે લોકો દેશ છોડીને જવા માટે ઉતાવળા થયા છે.