મેરાન્યૂઝ નેટવર્ક.સુરત: કોરોના કાળમાં જ્યાં એક તરફ દવા અને ઓક્સિજનની અછત સર્જાઇ છે અને દર્દીના સગાઓ કોઇપણ કિંમતે પોતાના પરિવારજનોને બચાવવા દવાઓ ખરીદી રહ્યા છે. ત્યારે કાળા બજારીઓ અને નકલી દવાો વેચનારાઓનો પણ જાણે રાફડો ફાટ્યો છે. આવું જ એક નકલી રેમડેસિવિર ઇન્જેક્શન વેચવાનું કૌભાંડ તાજેતરમાં સુરતમાં ઝડપાયું હતું. હવે તેમાં આ મામલે ઝડપાયેલા ત્રણ આરોપીઓનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. 

અત્રે ઉલ્લેખનીય છે કે સુરતના ઓલપાડના પિંજરતમાં આવેલ એક ફાર્મ હાઉસ ભાડે રાખી નકલી રેમડેસિવિર ઇન્જેક્શનનો વેપલો કરનારા રાહુલ લુહાણા, સંજય પટેલ (રહે. વાપી) અને મહમંદ આસીમનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. બીજી તરફ આ મામલે મુંબઇના ઠાણે ખાતેથી પોલીસે આરોપી ધિરજ કુશવાહની પૂછપરછ શરૂ કરી છે.  

પોલીસ સૂત્રના જણાવ્યા અનુસાર નકલી રેમડેસિવિર કૌભાંડમાં સુરતના અડાજણ વિસ્તારમાં રહેતો કૌશલ વોરા પણ સંડેવાયેલ છે. આરોપી કૌશલ વોરાએ સુરતમાં જયરાજસિંહ નામના આધેડને ઇન્જેક્શન આપ્યા હતા જેની સામે ક્રાઇમ બ્રાંચ તપાસ કરી રહી છે. કૌશલે વોરાએ મધ્ય પ્રદેશના ઇન્દોરમાં નકલી રેમડેસિવિર ઇન્જેક્શન વેચ્યા હોવાનો ખુલાસો પોલીસ તપાસમાં થયો છે. જેના આધારે મોરબી પોલીસની ટીમ તપાસ માટે ઇન્દોર પહોંચી છે. જ્યારે અન્ય એક તપાસ ટીમ અમદાવાદમાં કેટલાક શંકાસ્પદ લોકોની તપાસ માટે પહોંચી હોવાનું સૂત્રોએ જણાવ્યું છે.  

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ MeraNews.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.