મેરાન્યૂઝ નેટવર્ક.નવી દિલ્હીઃ પાણી વીજળીનું કનેક્શન કાપવાની ધમકી મળી તો 50 ટકા પૂર્વ સાંસદોએ બંગલો ખાલી કરી દીધા છે. આ સાંસદ સરકાર તરફથી અપાયેલા આવાસમાં ગેરકાયદે રીતે રહેતા હતા કારણ કે તે વર્ષ 2019ની ચૂંટણીમાં હારી ચુક્યા છે. સૂત્રોએ કહ્યું કે બંગલા પર ગેરકાયદે કબ્જો જમાવેલા પૂર્વ સાંસદોની સંખ્યા હવે ઘટીને 109 રહી ગઈ છે.

અધિકારીઓએ કહ્યું કે મોટા ભાગે પૂર્વ સાંસદોએ ખુદ જ આ બંગલા છોડી દીધા છે. એક અધિકારીએ કહ્યું કે, હાઉસ કમિટીથી મળેલા એક અઠવાડિયાના અલ્ટિમેટમ અને નવા સાંસદોને આ બંગલા એલોટ કરાવાની ઝડપી વ્યવસ્થા અંગે પીએમના ઉલ્લેખની સૌથી વધુ અસર થઈ છે. અમને આગામી કેટલાક દિવસોમાં 90 ટકાથી વધુ ગેરકાયદે બંગલોમાં આવા કબ્જાને હટાવવાની આશા છે.

સંસદીય સમિતિએ સોમવારે તે બંગલોની વીજળી પાણીના કનેક્શન આગામી ત્રણ દિવસની ધમકી આપી હતી. જ્યાં પૂર્વ સાંસદોના ગેરકાયદે કબ્જા છે. લોકસભા હાઉસ કમિટીએ 300 સાંસદોને બંગલા એલોટ કરી દીધા છે. સૂત્રોએ કહ્યું છે કે, નવા સાંસદોને કેટલાક અઠવાડિયા સુધી અસ્થાઈ નિવાસ કરવાનો હોય. કારણ કે પૂર્વ સાંસદોના ખાલી કરાયેલા બંગલોના રંગ રોગાન કરાવવાની દરકાર છે. નિયમો મુજબ, પૂર્વ સાંસદોને લોકસભા ભંગ થયાના એક મહિનાની અંદર આવાસ છોડી દેવાના હોય છે. જોકે હજુ ઘણા મંત્રીઓ જુના મંત્રીઓને અપાયેલા બંગલાઓ ખાલી થવાની રાહ જોઈ રહ્યા છે કારણ કે તેમણે હજુ ખાલી કર્યા નથી. કેટલાક પૂર્વ મંત્રી જે ફરી સાંસદ બનાવાયા છે પરંતુ તેઓ મંત્રી બની શક્યા નથી, તેવા લોકસભા પૂલથી નવા આવાસ એલોટ કરાયા અને ત્યાં તેમને હાલનો બંગલો ખાલી કરવો પડશે.