મેરાન્યૂઝ નેટવર્ક.યુએઈઃ યુએઈની રાજધાની અબુધાબીમાં પહેલા હિન્દુ મંદિરી આધારશિલા સમારંભમાં હજારો હિન્દુઓએ ભાગ લીધો છે. મંદિરનું નિર્માણ બોચાસણવાસી શ્રી અક્ષર-પુરુષોત્તમ સ્વામિનારાયણ સંસ્થા (બીએપીએસ) કરી રહ્યું છે. સંસ્થાના આધ્યાત્મિક ગુરુ મહંત સ્વામી મહારાજે મુખ્ય પુજા સ્થળ પર પવિત્ર ઈંટો મુકી અને 4 કલાક સુધી ચાલેલ કાર્યક્રમની અધ્યક્ષતા કરી હતી. આ પ્રસંગે યુએઈમાં ભારતીય રાજદૂત નવદીપ પુરીએ પ્રધામંત્રી નરેન્દ્ર મોદીનો સંદેશ પત્ર વાંચ્યો, જેમાં ખાડી દેશને આ પહેલ પર શુભેચ્છાઓ આપી હતી.

તેમાં કહ્યું હતું કે, 130 કરોડ ભારતીયોની તરફથી મારા પ્રિય મિત્ર અને અબુધાબીના ક્રાઉન પ્રિન્સ શેખ મહોમ્મદ બિન જાયદ અલ નાહયાનને શુભેચ્છાઓ આપવી મારું સૌભાગ્ય છે. જ્યારે આ મંદિરનું નિર્માણ પૂર્ણ થશે ત્યારે આ સાર્વભૌમિક માનવીય અને આધ્યાત્મિક મૂલ્યોનું પ્રતિક હશે. આ મંદિર વસુધૈવ કુટુંબકમના વૈદિક મુલ્યોનું પ્રતિક છે.

તેમણે વધુમાં ઉમેર્યું કે, આ મંદિર નિશ્ચિત જ યુએઈમાં વસતા 33 લાખ ભારતીયો અને અન્ય સંસ્કૃતિના લોકોને માટે પ્રેરણાસ્ત્રોત હશે. ઉલ્લેખનીય છે કે અબુધાબી સરકારે આ મંદિરના નિર્માણની મંજુરી 2015માં વડાપ્રધાનની પહેલી યુએઈ યાત્રા દરમિયાન આપી દીધી હતી.

અમારા ફેસબુક પેજને લાઇક કરવા તથા ટ્વિટર પર ફોલો કરવા નીચેની લિંક પર ક્લિક કરો

ફેસબુક પેજ: https://www.facebook.com/MeraNewsGuj

ટ્વિટર: https://twitter.com/meranewsgujarat