મેરાન્યૂઝ નેટવર્ક.ગોંડલઃ વર્લ્ડ કપ હોકી ટૂર્નામેન્ટની યજમાની ભારત કરી રહ્યું હોય જેમાં ૧૬ જેટલી ટીમના ખેલાડીઓની ઓર્થોપેડિક સારવાર ગોંડલના યુવા તબીબના શિરે આવવા પામી છે આ જવાબદારીથી ગોંડલનું ગૌરવ વધવા પામ્યું છે.

પ્રાપ્ત વિગતો મુજબ ગોંડલના જેતપુર રોડ પર આવેલ પરિમલ સોસાયટીમાં રહેતા અને ચરખડી હાઈસ્કૂલમાં પ્રિન્સિપાલ તરીકે ફરજ બજાવતા કાંતિભાઈ વઘાસિયા અને પાંચિયાવદર શાળામાં આચાર્ય તરીકે ફરજ બજાવતા હંસાબેન ડોબરીયાના પુત્ર ડોક્ટર યોગેશ વઘાસિયા હાલ ઓરિસ્સા ભુવનેશ્વર એપોલો હોસ્પિટલમાં DNBના અભ્યાસ સાથે તબીબી સેવા આપી રહ્યા છે તાજેતરમાં જ તેઓની પસંદગી હોકી વર્લ્ડ કપના 16 ટીમના ખેલાડીઓની ઇમર્જન્સી ઓર્થોપેડિક સારવાર માટે થવા પામી છે તેઓની સાથે અન્ય ત્રણ તબીબો પણ જોડાનાર છે.

ડોક્ટર યોગેશ ડોબરિયાએ પ્રાથમિક શિક્ષણ ગોંડલમાં મેળવી આર સાયન્સ રાજકોટ પૂર્ણ કરી એમ.બી.બી.એસ મુંબઈ તેમજ ડિપ્લોમા ઓર્થો પોંડિચેરી ખાતે પૂર્ણ કર્યું હતું અને DNB નો અભ્યાસ તેઓ ભુવનેશ્વર એપોલો હોસ્પિટલ ખાતે કરી રહ્યા છે. ડોક્ટર યોગેશના પત્ની રીંકલ રામોલિયા ભુજ ખાતે એમ.ડી.નો અભ્યાસ કરી રહ્યા હોવાનું તેમના પિતા કાંતિભાઈ વઘાસિયાએ જણાવ્યું હતું.