મેરાન્યૂઝ નેટવર્ક ગાંધીનગર: સતત વ્યસ્ત અને બેઠાંળા જીવનના કારણે સ્થૂળતા સહીત વજન વધી જવાની સમસ્યામાં લોકો કસરત, ધ્યાન-યોગ સાથે ડાયટ માટે જુદાં જુદાં નુસ્ખા અપનાવતા હોય છે. મોટાભાગના લોકો ડાયટને અનુસરીને ખાવાનું ઓછું કરી નાખે છે. પરંતુ નવશેકું પાણી પીવાની એક નાની આદત બધાને ફીટ રાખવા માટે ખુબ જ મદદરૂપ થઇ શકે તેમ છે.

લોકો વજન ઉતારવા માટે શક્ય તમામ પ્રયત્નો કરતા હોય છે. પરંતુ જમવાના પહેલા એક નાનકડી આદત વજન ઓછું કરવા સાથે તેને મેન્ટેન કરવા માટે ખુબ જ ઉપયોગી થયા તેમ છે. જેમાં સૌથી વધુ મહત્વની બાબત એ છે કે, આ પ્રક્રિયા શરીરને પણ કોઈ પ્રકારે નુકશાન કરતી નથી. જો જમવાના પહેલાં એક ગ્લાસ પાણી પીવામાં આવે તો તે આપણને ફીટ રાખી શકે છે. યુએસની ન્યુટ્રીશનિસ્ટ ઈલાના મુરસ્ટાઇનના કહેવા પ્રમાણે કેટલાંક રિસર્ચમાં જાણવા મળ્યા પ્રમાણે જમવાના પહેલા પાણી પીવાથી એનર્જી ઇન્ટેક ઓછું કરે છે. જે વજન ઓછું કરવા માટે મદદ કરે છે.

વાસ્તવમાં ઘણા લોકો તરસને ભૂખ સાથે જોડી દે છે. તેનાં કારણે લોકો જમતી વખતે ખોરાકની માત્રાનું પ્રમાણ વધારી દે છે જે વજન વધારે છે. તેનાથી બચવા માટે સારી બાબત એ છે કે, જમતા પહેલા એક ગ્લાસ પાણી પી લેવું જોઈએ. ભારતીય આયુર્વેદમાં જમતા પહેલાં અને જમ્યા પછી તરત પાણી પીવું શરીર માટે યોગ્ય માનવામાં આવ્યું નથી. આયુર્વેદમાં કહેવામાં આવ્યું છે કે, આવું કરવું વ્યક્તિના પાચનને નબળું કરી નાંખે છે. જો કે, આયુર્વેદમાં તેની જગ્યાએ જમતી વખતે વચ્ચે પાણી પીવાને યોગ્ય માનવામાં આવ્યું છે.

આયુર્વેદ અનુસાર જમવામાં વચ્ચે વચ્ચે પાણી પિતા રહેવું જોઈએ. તેનાથી જમવાનું મુલાયમ થઇ જતા તે પેટમાં પચવામાં સરળ થઇ જાય છે. આ સાથે આ પદ્ધતિ વ્યક્તિને વધારે ખાવામાંથી પણ બચાવે છે. એટલું જ નહિ, જો વધારે તૈલી તેમજ મસાલેદાર સબજી વગેરે ખાવામાં આવી હોય તો શરીરમાં તેની થનારી આડઅસર એસીડીટી, ગેસ્ટ્રીક વગેરે નિવારી શકાય છે. લોકોએ એકદમ ગરમ કે ખુબ ઠંડુ પાણી પીવાથી બચવું જોઈએ. શરીર માટે સૌથી સારી બાબત નવશેકું પાણી પીવું જોઈએ. જે તૈલી સપાટી તોડી ખાવાનું પચાવવામાં મદદ કરે છે. આ સાથે નવશેકું પાણી ફેટ બાળવામાં પણ મદદ કરે છે.