મેરાન્યૂઝ નેટવર્ક.મુંબઈઃ ગત કેટલાક સમયથી કેન્સર સાથે લડી રહેલી અભિનેત્રી સોનાલી બેન્દ્રે હાલ મુશ્કેલીના સમયમાંથી પસાર થઈ રહી છે. તેની સારવાર પ્રતિ તે પોઝિટિવ નજર દર્શાવી રહી છે. તે પહેલા સોનાલી પોતાના લાંબા વાળને કાપીને બોબ કટ હેરસ્ટાઈલમાં જોવા મળી હતી અને તેનો ફોટો પણ તેમને શેર કર્યો હતો.

હાલમાં જ તેણે પોતાની નવી તસવીર શેર કરી છે જેમાં તેના માથા પર વાળ બીલકુલ ન હતા. આ તસવીરમાં તે પોતાની બેસ્ટ ફ્રેન્ડ સુઝૈન ખાન અને ગાયત્રી ઓબેરોય સાથે હતી. સૌથી મોટી વાત એ છે કે તે ફોટો કોઈ અન્યએ નહીં પણ હૃતિક રોશને ખેંચી છે જે સોનાલીને હેલ્પ અને સપોર્ટ કરવા ત્યાં પહોંચ્યો છે. આ પોસ્ટ સાથે સોનાલીએ એક ભાવુક મેસેજ લખ્યો છે.

તેણે લખ્યું છે કે, આ હું છું અને આ સમયે હું ઘણી ખુશ છું. જ્યારે હું આવી વાત કરું છું ત્યારે લોકો મને અજીબ રીતે જોવે છે. પણ સત્ય એ છે કે હું હાલ દરેક પળો પર ધ્યાન આપી રહી છું, દરેક ખુશ થવાના બહાના શોધી રહી છું દુખથી ભરેલ સમય આવે છે પણ હું તે કરી રહી છું જે મને મસંદ છે. જે લોકો મને પસંદ છે તેમની સાથે સમય પસાર કરી રહી છું ખબુ ખશી અનુભવી રહી છું.

તેણે લખ્યું કે, હું પોતાના દોસ્તોની આભારી છું, તેમનાથી મને તાકાત મળે છે. તે મારી સાથે છે અને મારી મદદ કરી રહ્યા છે. પોતાના બીઝી શિડ્યૂલમાંથી તે મારી પાસે આવ્યા, કોલ કર્યા, મેસેજ કર્યા વગેરે સમય કાઢી રહ્યા છે અને મને એકલતામાં રહેવા દેતા નથી. આભાર, મને કહેવા માટે કે ખરેખર દોસ્તી શું હોય છે. તેણે અંતમાં એવું પણ લખ્યું છે કે, હવે તેને હેરસ્ટાઈલ નથી કરવી પડતી તેથી તે જલ્દી તૈયાર થઈ જાય છે અને અંતમાં તેણે ફોટો માટે હૃતિક રોશનને ક્રેડિટ આપી છે.