મેરાન્યૂઝ નેટવર્ક.મુંબઈઃ અક્ષય કુમારને લઈને ‘ક્રેક’ નામની ફિલ્મ બનાવવાની જાહેરાત નીરજ પાંડે અરસા પહેલા કરી ચુક્યા હતા. રિલીઝ ડેટ પણ પ્લાન થઈ ચુકી હતી, પરંતુ ફિલ્મનું શુટિંગ જ શરૂ થઈ શક્યું નથી.

સમય વિતવા લાગ્યો અને ચર્ચા થવા લાગી કે અક્ષય કુમારની આ ફિલ્મ નહીં બને તો ફિલ્મ મેકર્સે કહ્યું કે કેટલાક કારણો સર ફિલ્મનું શૂટિંગ શરૂ થવામાં મોડું થયું છે અને જલ્દી જ કામ શરૂ થઈ જશે, પરંતુ તેવું પણ ન થયું.

હવે માહિતી મળી રહી છે કે અક્ષયની આ ફિલ્મ બંધ થઈ ગઈ છે. અક્ષયની આ ફિલ્મમાં રુચી નથી. સાથે જ નીરજ પાંડેની ગઈ ફિલ્મ અય્યારી બોક્સ ઓફિસ પર ખુબ ખરાબ હાલતમાં માર ખાઈ ગઈ હતી.

કહેવાય છે કે ક્રેકની સ્ક્રિપ્ટથી અક્ષય ખુશ ન હતો અને તેની આશા હતી તે પ્રમાણે નીરજ કામ કરી શક્યા નથી તેથી ફિલ્મ બંધ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. જોકે આ અંગે હજુ સત્તાવાર જાહેરાત થઈ નથી.