મેરાન્યૂઝ નેટવર્ક.નવી દિલ્હીઃ દેશમાં કોરોનાની બીજી લહેરે શું હાલત કરી છે તે સહુની આંખ સામે છે, ત્યારે ત્રીજી લહેરની વાત માત્ર કંપારી છોડાવી રહી છે. દેશમાં કોરોનાના કેસ મામલે સરકારના વૈજ્ઞાનિક સલાહકારએ એક વધુ ચેતવણી જાહેર કરી છે. તેમણે કહ્યું છે કે દેશમાં કોરોનાની ત્રીજી લહેરને ટાળી શકાય તેમ નથી. ડો. કે વિજય રાઘવનએ બ્રીફિંગના દરમિયાન કહ્યું કે કે, નવા સ્ટ્રેઈનનો સામનો કરવા માટે વેક્સીનને અપડેટ કરવાની જરૂર પડશે. તે સાથે જ રસીકરણ કાર્યક્રમને પણ ગતિ આપવી પડશે. ભારતમાં કોરોના સંક્રમણને પગલે હોસ્પિટલ્સમાં દર્દીઓની ભીડ વધતી જઈ રહી છે અને વધુ સંખ્યામાં લોકોને આ કારણે જીવ ગુમાવવા પડે છે.

તેમણે કહ્યું, જે ઉચ્ચ સ્તર પર કોરોના વાયરસ ફેલાઈ રહ્યો છે તેને જોતાં ફેઝ 3 (કોરોના લહેરનો) ટાળી શકાય તેમ નથી. જોકે આ સ્પષ્ટ નથી કે આ ફેઝ 3 ક્યારે આવશે. પરંતુ આપણે ત્રીજી લહેરને લઈને સાવચેત રહેવું પડશે. વેક્સીનને અપગ્રેડ કરવા પર નજર રાખવાની જરૂર છે.


 

 

 

 

 

ઉલ્લેખનીય છે કે કોરોનાની બીજી લહેરમાં ભારતમાં કોરોના કેસોની ગતી ઊભી નથી રહી. ગત 24 કલાકે અત્યાર સુધી સૌથી વધુ 3780 લોકોએ વાયરસને કારણે પોતાના જીવ ગુમાવ્યા છે. ત્યાં જ આ દરમિયાન 3.82 લાખ કોરોનાના નવા કેસ નોંધાયા છે. દેશમાં અત્યારે પણ 3487229 સક્રિય કેસ છે. પોઝિટિવિટી રેટ 24.80 થઈ ગયો છે. ઘણા રાજ્યો લોકડાઉન તરફ વળ્યા છે તો ઘણા રાજ્યો કરફ્યૂ તરફ, તો ઘણા વેક્સીનેશન પર વધુ ભાર મુકીને કોરોના સામે પોતાની જનતાને બચાવવાના પ્રયત્નો કરી રહ્યા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ MeraNews.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.