મેરાન્યૂઝ નેટવર્ક.મુંબઈઃ સપ્ટેમ્બરના ત્રણ માસની કંપનીઓની કમાણી સામે આવી રહી છે. ટેલિકોમ ક્ષેત્રની બે દિગ્ગજ કંપીઓ, ભારતી એરટેલ અને વોડાફોન આઈડીયાએ મોટું નુકસાન નોંધાવ્યું છે. ઈટીમાર્કેટ્સ ડોટ કોમએ હાલમાં જ મોટા ત્રિમાસીક નુકસાનીમાંથી પસાર થઈ રહેલી કંપનીઓનું લિસ્ટ તૈયાર કર્યું છે. (સૌજન્યઃ અમિત મુન્દિલ, ઈકોનોમિક ટાઈમ્સ) ટેલિકોમ સેક્ટરની સૌથી મોટી કંપની વોડાફોન આઈડિયાએ રેકોર્ડ ત્રિમાસીક નુકસાનનો ઈતિહાસ રચનાર ટાટા મોટર્સને પણ પછાડી દીધી છે. તેને સપ્ટેમ્બર 2019 ત્રિમાસમાં 50,922 કરોડ રૂપિયાનું નુકસાન થયું છે કારણ કે તેને સુપ્રીમ કોર્ટથી એવરેજ ગ્રોસ રેવન્યૂ (એજીઆર) બાકી રકમ ચુકવવાનો આદેશ મળતાં પ્રવિજનિંગ કરવી પડી. કંપની મુજબ કોર્ટના આદેશ પર 30 સપ્ટેમ્બર સુધી 33,010 કરોડ રૂપિયા સરકારને આપવાના છે.

ટાટા મોટર્સે કેપિટલાઈઝ્ડ ઈન્વેસ્ટમેન્ટ્સના બુક વેલ્યૂ ઘટાડો કરવા માટે નોન કેશ એક્સેનશનલ ચાર્જનું એલાન કર્યું. કંપનીએ કહ્યું કે તેને ખાતામાં ચાર્જને એડજસ્ટ કરવાનો હતો. કંપનીએ કહ્યું કે ઓટો સેક્ટરની હાલની સુસ્તીના કારણે અસરગ્રસ્ત જેગુઆર લેંડ રોવરમાં ટ્રાંસફોર્મેશન પ્રોગ્રામમાં તેજી લાવવી છે. બજાર વિશ્લેષકોએ રિઝલ્ટ્સ પછી ટાટા મોટર્સની અર્નિંગ્સનું અનુમાન 35 ટકા ઘટાડી દીધું હતું.

ત્રીજી કંપની છે ભારતી એરટેલ, તેણે ગુરવારે કહ્યું કે તેને 2019ની સ્પ્ટેમ્બરની ત્રિમાસિકમાં અત્યાર સુધીનું સૌથી મોટું (23,044 કરોડ રૂપિયાનું) નુકસાન થયું છે. તેણે કહ્યું કે સુપ્રીમ કોર્ટના આદેશ પ્રમામે 28450 કરોડ રૂપિયા એજીઆર બાકીની પ્રવિજનિંગ કરવી પડી છે, જેની અસર અર્નિંગ્સ પર પડી છે. કંપનીએ કહ્યું કે સુપ્રીમ કોર્ટના આદેશનું પાલન કરવા માટે અલગથી પૈસા લાવવા પડશે.

ટાટા મોટર્સથી પહેલા ત્રિમાસિક નુકસાનનો રેકોર્ડ ઈન્ડિયન ઓઈલ કોર્પોરેશનના નામે હતો. કંપનીએ ઓગસ્ટ 2012માં જૂન ત્રિમાસીકનું રેકોર્ડ રજૂ કર્યું હતું. જમાં તેને 22,451 કરોડ રૂપિયાનું નુકસાન થયું હતું. કંપનીને તે નુકસાન તે વખતે થયું જ્યારે કાચા તેલની કિંમતમાં ભારે ઘટાડો આવ્યો હતો છતાં પણ. કંપનીને 3187 કરોડ રૂપિયાનું ફોરેન એક્સચેન્જ લોસ અને 4062 કરોડ રૂપિયાનું ઈન્વેટ્રી લોસ થયું હતું. ત્યારે ડીઝલ, કેરોસીન અને એલપીજીની કિંમતો સ્થિર રહેવા, રુપિયાનું મુલ્ય ઘટવા અને વ્યાજની પડતરના કારણે પણ આ સરકારી કંપનીને નુકસાન થયું હતું. સરકારથી સહાય મળવામાં મોડું થવાને કારણે તેને ત્રણ મહિનાના સરવૈયામાં 1849 કરોડ રૂપિયાનો ટેક્સનો બોઝો સહન કરવો પડ્યો હતો.

વેદાન્તા કંપનીએ 2016ની માર્ચ ક્વાર્ટરમાં 21104 કરોડ રૂપિયાનું નુકસાન ઉઠાવ્યું હતું. તે વર્ષ ડિસેમ્બર આવતા આવતા કંપની અનઓડિટેડ ફાઈનાશિયલ રિઝલ્ટ્સ રજુ કરવા લાગી હતી. જોકે બાદમાં તેને ફરીથી નીતિઓ મુજબ રિજલ્ટ્સ આપવાના શરૂ કરી દીધા હતા. તેણે પ્રમુખ રીતે તેલ અને ગેસના ધંધામાં બીજી વસ્તુઓમાં 33645 કરોડ રૂપિયાના નુકસાનને સહન કરવું પડ્યું હતું. આ કંપનીને એક્સેપ્શનલ આઈટમ્સમાં થયેલા 19956 કરોડ રૂપિયાના મુલ્યના નુકસાનના કારણે ત્રિમાસીક નુકસાન ઉઠાવવાનો વારો આવ્યો હતો. કંપનીએ કહ્યું કે કાચા તેલમાં મોટા ઘટાડાને કારમે તેને આ નુકસાન થયું છે. સાથે જ શ્રીલંકામાં તેલ અને ગેસ શોધવાના અભિયાનમાં પણ 505 કરોડ રૂપિયાનું નુકસાન આવ્યું છે. તે ઉપરાંત કંપનીને તસ્માનિયા અને ઓસ્ટ્રેલિયામાં કોપર માઈંસમાં પણ 281 કરોડ રૂપિયા ગુમાવવા પડ્યા છે.

પ્રવિજનિંગ અને ઈમર્જન્સી વ્યવસ્થાના મદમાં 20353.10 કરોડ રૂપિયા નાખવાના કારણે પંજાબ નેશનલ બેન્કને મોટું નુકસાન ઉઠાવવું પડ્યું હતું. તેને હિરાનો ધંધાદારી નિરવ મોદી અને તેના મામા મેહુલ ચોક્સીએ 13 હજાર કરોડ રૂપિયાનો ચુનો લગાવી દીધો હતો. તે ખેલમાં બેન્કનો પોતાના સ્ટાફને પણ મોદી-ચોક્સી સાથે મળેલા હતા.