મેરાન્યૂઝ નેટવર્ક.તમિલનાડુઃ તમિલનાડુના કુડ્ડાલોર જિલ્લામાં ઔદ્યોગીક દુર્ઘટના બની છે. અહીં એક થર્મલ પાવર પ્લાન્ટના બોઈલરમાં વિસ્ફોટના કારણે ચાર લોકોના મોત થઈ ગયા છે જ્યારે 13 લોકો ગંભીર રીતે ઘાયલ હોવાની વિગતો મળી રહી છે. આ વિસ્ફોટ તમિલનાડુની રાજધાની ચેન્નાઈથી લગભગ 180 કિલોમીટર દુર કુડ્ડાલોરમાં એનએલસી ઈન્ડિયા લી. ના એક પાવર પ્લાન્ટમા થયો છે. અધિકારીઓએ કહ્યું કે ઘાયલોને હોસ્પિટલ લઈ જવાયા છે.

પાવર પ્લાન્ટના એક અધિકારીએ કહ્યું, બોઈલર ચાલુ ન હતું. અમે ઘટનાની તપાસ કરી રહ્યા છીએ. બે મહિનામાં પાવર પ્લાન્ટમાં આ બીજો વિસ્ફોટ છે. આ પહેલા મે મહિનામાં એક બોઈલર વિસ્ફોટમાં 8 શ્રમિકો સળગી ગયા હતા. આ શ્રમિકોમાં નિયમિત અને કોન્ટ્રાક્ટ પરના બંને શ્રમિકો શામેલ હતા. કંપની 3940 મેગાવોટ વિજળી પેદા કરે છે જ્યારે જે પ્લાન્ટમાં વિસ્ફોટ થયો, તેમાં 1470 મેગાવોટનું ઉત્પાદન થતું હતું.