મેરાન્યૂઝ નેટવર્ક.રાજકોટ : શહેરના રેસકોર્ષ-2 ખાતે અટલ સરોવરમાં જળ પૂજન સહિતના વિવિધ કાર્યક્રમો અંતર્ગત મુખ્યમંત્રી વિજય રૂપાણી રાજકોટની મુલાકાતે છે. અટલ સરોવરની પાળ પર મુખ્યમંત્રી દ્વારા વૃક્ષારોપણ તેમજ નવાનીરનું પુજન કરવામાં આવ્યું હતું. આ તકે રાજકોટ જિલ્લા પંચાયતમાં ચાલતા વિવાદ અંગે તેમણે જણાવ્યું હતું કે, આ વિવાદ કોંગ્રેસના આંતરિક ઝગડાઓની પરાકાષ્ઠા છે. 

વધુમાં તેમણે કહ્યું હતું કે, કોંગ્રેસના આંતરિક ઝઘડાઓ પરાકાષ્ઠાએ પહોંચ્યા છે. જેને લઈને કોંગ્રેસની નેતાગીરી સામે લોકોમાં વ્યાપક પ્રમાણમાં રોષ જોવા મળી રહ્યો છે. તેમજ રાજકોટ જિલ્લા પંચાયતમાં ચાલતો વિવાદ કોંગ્રેસનો આંતરિક મામલો હોવાનું પણ તેમણે કહ્યું હતું. શહેરમાં 40 કરોડના ખર્ચે અટલ સરોવર બનાવામાં આવી રહ્યું છે. આ અટલ સરોવર રાજકોટના લોકો માટે વધુ એક ફરવાનું સ્થળ બની રહેશે.