પ્રશાંત દયાળ (મેરાન્યૂઝ.અમદાવાદ): ઘણી વખત આપણી નજર પાસે હોય,અથવા આપણી પાસે હોય તેની કિમંત આપણને સમજાતી નથી, આવુ જ કઈક અમદાવાદના યુવાન સત્યજીતસિંહ ઝાલા સાથે થયુ અમદાવાદની લાકુલીશ યોગા યુનિવર્સિટીમાં આસીસ્ટન્ટ પ્રોફેસર તરીકે કામ કરતા સત્યજીતસિંહને વેસ્ટ આફિક્રાના આઈવરી કોસ્ટમાંથી યોગાની તાલીમ આપવા માટે આમંત્રણ મળ્યુ હતું જો કે 12 ઓકટોબરથી 18 નવેમ્બર સુધી યોગ તાલીમ આપવા ગયેલા પ્રોફેસર સત્યજીતને ખબર ન્હોતી કે આઈવરી કોસ્ટમાં કોણ યોગ શીખવા માગે છે પણ ત્યાં ગયા પછી આશ્ચર્ય અને આનંદ બંન્ને બેવડાઈ ગયા કારણ જુન મહિનામાં કોરાનાગ્રસ્ત થયેલા આઈવરી કોસ્ટના વડાપ્રધાન હામેદ બાાકાયોકો કોંરોના સંક્રમણથી મુકત થવા માટે યોગ શીખવા માગતા હતા.

સવા મહિના સુધી સત્યજીતસિંહ ઝાલા આઈવરી કોસ્ટમાં રહ્યા અને તેમણે વડાપ્રધાન હામેદ અને તેમના પત્ની સહિત આઈવરી કોસ્ટના ડીફેન્સ મીનીસ્ટર સ્ટેફનાન કોનાનને યોગની તાલીમ આપી હતી, લાકિલીશ યુનિવર્સિટીમાં યોગ શીખવાડતા સત્યજીત કહે છે તેઓ કોલેજ ઉપરાંત ખાનગી વ્યકિતઓને પણ યોગની તાલીમ આપે છે જેના કારણે કોઈ વ્યકિતએ આઈવરી કોસ્ટમાં મારો ઉલ્લેખ કર્યો હતો, જો કે મને આમંત્રણ અને વિઝા મળ્યા ત્યારે મને જાણ કરવામાં આવી ન્હોતી કે મારે કોને યોગની તાલીમ આપવાની છે, સલામતીના કારણસર કોણ યોગ શીખવા માગે છે તે વાત ગુપ્ત રાખવામાં આવી હતી, પણ જયારે આઈવરી કોસ્ટ પહોંચ્યો ત્યારે મને જાણ કરવામાં આવી કે આઈવરી કોસ્ટના વડાપ્રધાન, સંરક્ષણમંત્રી સહિત દેશની સુરક્ષા સાથે સંકળાયેલા સુરક્ષા અધિકારીઓને યોગની તાલીમ આપવાની છે.

વિવિધ બીમારીને જડમુળથી દુર કરવા માટે યોગ અસરકારક છે, તેવુ સત્યજીતસિંહને દસ વર્ષની ઉમંરે સમજાઈ ગયુ,લોગ ટેનીસના પ્લેયર સત્યજીતને ત્યારથી જ યોગમાં મઝા પડવા લાગી હતી, મુળ લીમડીના વતની સત્યજીતે એમએસસીનો અભ્યાસ પુરો કર્યા પછી યોગમં એમફીલ કર્યુ અને હાલમાં તેઓ યોગમાં પીએચડી પણ કરી રહ્યા છે