પ્રશાંત દયાળ(મેરાન્યૂઝ.અમદાવાદ): પોલીસની નોકરી દરમિયાન અનેક ટીકાઓ વચ્ચે પોલીસે પોતાનું કામ ઉત્તમ રીતે પાર પાડવાનું હોય છે, ગુજરાત પોલીસમાં ફરજ બજાવતા પોલીસ અધિકારીઓ અને જવાનોને તેમની કામગીરી માટે વિવિધ રીતે સન્માનીત કરવામાં આવે છે . તાજેતરમાં ભારત સરકારે ગુજરાત પોલીસમાં ઉતકૃષ્ટ અને અતિ ઉતકૃષ્ટ કામગીરી કરનાર 23 પોલીસ અધિકારીઓને સન્માનીત કર્યા છે જેમાં સીઆઈડી ક્રાઈમમાં ડેપ્યુટી પોલીસ સુપ્રીટેન્ડન્ટ તરીકે ફરજ બજાવતા શંકર ચૌધરીને ઉતકૃષ્ટ કામગીરી માટે સન્માનીત કરવામાં આવશે.

આ ઉપરાંત પોલીસ ઈન્સપેકટર પરબત ગરચર, સબઈન્સપેકટર એલ એમ ગોહીલ, એસ એન શેલાર, અને આર એ સોંલકીનો સમાવેશ થાય છે, જયારે હેડ કોન્સટેબલ, કિરીટ ચતુરજી, આરીફ પટેલ, અને ઈશ્વર ચૌધરી પણ સન્માનના હકદાર બન્યા છે જયારે પોલીસ કોન્સટેબલ રણજીત બાવડા અને કે એમ વાઢિયાની પણ પસંદગી થઈ છે જયારે આસીસ્ટન્ટ સબઈન્સપેકટરમાં દિલીપસિંહ વાઘેલા અને વી એમ જાડેજા ઉતકૃષ્ટ સેવા માટે સન્માનીત થશે.

રાજય ગૃપ્તચર સેવામાં ફરજ બજાવતા આઈ ઓ હિમંતસિંહ પરમાર, તેમજ એઆઈઓ જગદીશ કાસુન્દ્રા, રાજીવ સૈની, રાજેન્દ્ર રાઠોડ અને વસંત મકવાણાનો પણ સમાવેશ થયો છે જયારે અતિ ઉતકૃષ્ટ સન્માન માટે આસીસ્ટન્ટ સબઈન્સપેકટર અર્જુન પટેલ, અને કોન્સટેબલ વી એન વાલા અને ગુપ્તચર સેવાના આઈઓ દશરથસિંહ બારીયા, રમણલાલ મકવાણા, ચતુરભાઈ સોંલકી એઆઈઓ ઈફતેખાર પઠાણનો સમાવેશ થયો છે.