મેરાન્યૂઝ નેટવર્ક રાજકોટ: શહેરનાં એરપોર્ટ ખાતે આજે વહેલી સવારે કોરોના વેકસીનનો જથ્થો આવી પહોંચ્યો હતો. ત્યારે કેબિનેટ મંત્રી આર. સી. ફળદૂ, કલેક્ટર રેમ્યા મોહન અને પૂર્વ મેયર સહિતાનાઓ દ્વારા ફૂલોથી વેકસીનનાં વધામણાં કરાયા હતા. આ તકે સાંસદ મોહન કુંડારિયા પણ ખાસ હાજર રહ્યા હતા. પ્રથમ તબક્કામાં સૌરાષ્ટ્ર માટે સીરામ ઇન્સ્ટિટ્યૂટની વેકસીનનાં 77000 ડોઝની ફાળવણી કરવામાં આવી છે.
વેકસીનનાં સ્ટોરેજ માટે અત્યારે રાજકોટના વિભાગીય સ્ટોર ખાતે 2 WIC અને 6 ILR (ફ્રીજ) ઉપલબ્ધ છે. જેમાં વીજળીનો પ્રવાહ 24 કલાક મળી રહે તે માટે ઓટો સ્ટાર્ટ જનરેટરની વ્યવસ્થા રાખેલી છે. વેક્સીનનો જથ્થો ખાસ વાન મારફતે રિજીયોનલ વેકસીન સેન્ટર ખાતે લાવવામાં આવ્યો છે. તેમજ અહીંથી સૌરાષ્ટ્રનાં જુદા-જુદા જીલ્લાઓમાં મોકલી આપવામાં આવશે. અને જે-તે જિલ્લાના જ વેક્સિન સ્ટોર ખાતે સપ્લાય કરવામાં આવશે.
સૌરાષ્ટ્રનાં ક્યાં જિલ્લામાં કેટલા ડોઝ મોકલાશે
રાજકોટ જીલ્લા પંચાયત - 9000 ડોઝ
રાજકોટ મહાનગરપાલિકા - 16500 ડોઝ
જામનગર જીલ્લા પંચાયત - 5000 ડોઝ
જામનગર મહાનગરપાલિકા - 9000 ડોઝ
દેવભૂમિ દ્વારકા જીલ્લા પંચાયત - 4500 ડોઝ
પોરબંદર જીલ્લા પંચાયત - 4000 ડોઝ
મોરબી જીલ્લા પંચાયત - 5000 ડોઝ
કચ્છ જીલ્લા પંચાયત - 16000 ડોઝ