મેરાન્યૂઝ નેટવર્ક.મોડાસા : સંતાનો તેમના માતા- પિતા માટે કિડની દાનમાં અપાતા હોય એવા અનેક ઉદાહરણો જોવા મળી રહ્યા છે. અરવલ્લી જીલ્લાના મોડાસા તાલુકાના ટિંટિસર ગામે કિડનીની બીમારી થી પીડાતી પરણિત પુત્રીને તેના પિતાએ કિડની ડોનેટ કરી માનવસમાજ માટે નવો રાહ ચીંધ્યો છે. 

પરિવારમાં પિતાને જો કોઇ સૌથી વ્હાલું હોય તો તે હોય છે દીકરી, પણ દીકરીને જ્યારે કોઇ આંચ આવે ત્યારે પિતા તેની પડખે ઉભો રહીને તેને ફરીથી ઉભા કરવાનો પ્રયાસ કરે છે,, બસ આવું જ કંઇક બન્યું છે, અરવલ્લી જિલ્લાના મોડાસા તાલુકાના નાનકડા ટિંટિસર ગામામાં... ચાર દીકરીઓના પિતાના હસતાં પરિવારમાં અચાનક એવી આફત આવી ગઇ કે, જેનામાંથી ઉઘરવું કદાચ અશક્ય હતું. પણ પિતાની હિંમત અને પરિવારનો સાથ આજે દીકરીના જીવનની નવી રાહ બનશે. પચાસ વર્ષના કાંતિભાઈએ તેમની દીકરી સેજલને કિડની આપવાનો મક્કમ નિર્ણય લેતા દીકરીને નવજીવન આપવા જઇ રહ્યા છે. એટલું જ નહીં અન્ય લોકો માટે પણ તેઓ પ્રેરણાસ્ત્રોત બની રહ્યા છે..

પચ્ચીસ વર્ષના સેજલબહેનન છેલ્લા બે વર્ષથી કિડનીની બિમારીથી પીડાઈ રહ્યા હતા. લગ્ન બાદ પ્રસૂતિ સમયે સેજલબહેનને અચાનક પગમાં સોજા આવતા હોસ્પિટલમાં સારવાર કરાઈ,,, અને ડોક્ટરે ડાયાલિસિસ માટે સલાહ આપી. જો એ શક્ય ન હોય તો કિડની ટ્રાન્સપ્લાન્ટ કરાવો, પરિવાર તેમજ પતિને આ અંગે જાણકારી ઓછી હોવાને કારણે તેમણે ડાયાલિસિસ શરૂ રાખી અને આગળ કોઇ જ નિર્ણય ન લીધો. પણ જ્યારે વડીલઓએ ડોક્ટર સાથે સલાહ લેતા તેમને કિડની ટ્રાન્સપ્લાન્ટન સલાહ આપી હતી.આ માટે પણ કિડની મેચ થવું એ પણ મોટી સમસ્યા હતી,, પણ કહેવાય છે કે, ભગવાન બધા જ રસ્તા બંધ કરે છે, પણ કોઇ એક રસ્તો ચોક્કસ ખોલી દે છે,, આવું જ બન્યું અને પિતાની કિડની મેચ થઇ ગઇ,, હવે પિતાની કિડની દીકરી માટે નવુ જીવન લાવશે. 

કહેવાય છે કે, સુખ હોય ત્યાં દુખ હોય,, પણ જ્યારે દુખ હોય તેમાંથી માત્રને માત્ર વડીલો જ તેમાંથી ઉગારતા હોય છે,, આ કિસ્સામાં પણ આવું જ બન્યું છે,,, અને દીકરી દુખનો નહીં પણ સુખનો સુરજ સમજીને પિતા દીકરી માટે નવજીવનનો સૂર્યોદય બનીને ઉભરી આવ્યા છે.