મેરાન્યૂઝ નેટવર્ક.ગાંધીનગર: ડીપીએસ સ્કુલની હાથીજણ બ્રાન્ચમાં નીત્યાનંદ  બાબાનો આશ્રમ શરૂ કર્યા બાદ થયેલા વિવાદ અને પોલીસ કેસ બાદ શિક્ષણ વિભાગે  શરૂ કરેલી તપાસમાં અનેક બાબતો ગેરકાયદે મળી આવી હતી જેના પગલે શિક્ષણ વિભાગે  સ્કુલને આપેલી મંજુરી રદ કેમ ના કરવી તેવી  નોટીસ ફટકારી પોતાની છબી સાફ રાખવાનો પ્રયાસ કર્યો છે.

ડીપીએસ સ્કુલના સીઈઓ મંજુલા શ્રોફ અત્યંત વગદાર હોવાને કારણે તેમનો રાજય સરકારમાં ડંકો વાગતો હતો તેમજ રાજય સરકારની માલિકી ગુજરાત ગેસ કંપનીમાં ડીરેકટરશીપ પણ આપી, હાથીજણ  સ્કુલમાં બાબાનો આશ્રમ શરૂ થયો તે રાજયના અધિકારીઓ અને મંત્રીઓ બધા જ જાણતા હતા કારણ મંજુલા શ્રોફ સાથે સંબંધ ધરાવતી અનેક વ્યકિતઓ બાબાના આશ્રમમાં આવી ચુકી છે, આ ઉપરાંત હીલીંગના નામે અનેક નેતાઓ અને શ્રીમંતોને ત્યાં આશ્રમના અનેક યુવતીઓને ત્યાં મોકવામાં આવતી હતી પણ હવે આ મામલે વિવાદ થયો અને પોલીસ ફરિયાદ પણ થઈ.

જેના કારણે શિક્ષમ વિભાગ કામ કરે છે તેવુ બતાડવા માટે શાળામાં શિક્ષણાધિકારીઓને મોકલવામાં આવ્યા જેમાં માલુમ પડયુ કે ઘણી ગેરકાયદે બાબતો છે શિક્ષણ વિભાગના કાયદા પ્રમાણે અનેક નિયમોનો ભંગ કરવામાં આવ્યો છે જેમાં આશ્રમમાં રહેતા બાળકોને શાળામાં પ્રવેશ આપવામાં આવ્યો હતો પરંતુ તેમના કોઈ સત્તાવાર દસ્તાવેજો સ્કુલ પાસે નથી આમ અનેક નિયમોનો ભંગ થયો હોવાને કારણે શાળાની માન્યતા રદ કરવાની નોટીસ આપવામાં આવી છે અત્રે ઉલ્લેખનિય છે કે હાલમાં શિક્ષણ મંત્રી ભપેન્દ્રસિંહ ચુડાસમા છે અને શિક્ષણ સચિવ પદે વિનોદ રાવ છે.