મેરાન્યૂઝ નેટવર્ક, ગાંધીનગર: ઈંગ્લેન્ડ ખાતે ૨૦૧૯માં ૩૦ જુલાઈથી ૧૪ ઓગષ્ટ દરમિયાન યોજાનારા ક્રિકેટ વર્લ્ડકપ માટે ઈન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલએ રજુ કરેલા એક પ્રમોશનલ વીડિયોમાં ઈંગ્લેન્ડનો પૂર્વ ઓલરાઉન્ડર એન્ડ્રયૂ ફ્લિન્ટૉફ ડાન્સર્સના એક ગ્રુપને લીડ કરી ‘ઑન ધ ટોપ ઑફ ધ વર્લ્ડ’ ગાઈ રહ્યો છે.

ઈંગ્લેન્ડ આગામી વર્ષ ૨૦૧૯માં ICC ક્રિકેટ વર્લ્ડકપની મેજબાની કરવા જઈ રહ્યું છે. આ ICC ક્રિકેટ વર્લ્ડકપના પ્રચાર અને પ્રસાર માટે ઈન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલએ એક પ્રમોશનલ વીડિયો રજૂ કર્યો છે. જેમાં ઈંગ્લેન્ડનો પૂર્વ ઓલરાઉન્ડર એન્ડ્રયૂ ફ્લિન્ટૉફ ડાન્સર્સના એક ગ્રુપને લીડ કરી ‘ઑન ધ ટોપ ઑફ ધ વર્લ્ડ’ ગાતા જોવા મળી રહ્યો છે. ICC ક્રિકેટ વર્લ્ડકપના આ વીડિયોને બુધવારે શેર કર્યા પછી થોડા કલાકોમાં જ તે ૪ લાખ કરતા વધારે વખત જોવાઈ ચૂક્યો છે.આ વીડિયોમાં ફ્લિન્ટોફ ઉપરાંત રેડિયો-૧, ડીજે ગ્રેગ જેમ્સ, ક્રિકેટર ચાર્લોટ એડવર્ડ્ઝ, ફિલ ટફનેલ, શ્રીલંકન બેટ્સમેન કુમાર સંગાકારા પણ દેખાઈ રહ્યાં છે. આ  વીડિયોની શરૂઆતમાં ફ્લિન્ટોફ ન્યૂઝપેપર વાંચતો દેખાય છે, જેમાં લખેલું છે કે, ક્રિકેટ વર્લ્ડકપ શરૂ થવાનો છે. ત્યારબાદ ફ્લિન્ટૉફ ઊભો થઈ મસ્તીમાં ગીત ગાતો-ગાતો આગળ વધે છે. ધીમે-ધીમે તેની સાથે લોકોનો કાફલો જોડાઈ જાય છે. આ વખતે તેના ફેન્સના હાથમાં વર્લ્ડકપમાં ભાગ લેનાર ૧૦ દેશોના ઝંડા છે. આ કાફલો ઈંગ્લેન્ડની ગલીઓમાંથી પસાર થાય છે. જેમાં ઘણી હસ્તીઓ જોડાય છે.