મેરાન્યૂઝ નેટવર્ક.નવી દિલ્હીઃ કુદરત પણ આપણને અવારનવાર એવા રૂપ બતાવે છે જેનો આપણે ક્યારેય વિચાર પણ કર્યો ન હોય. ક્યાંક બે વિરોધી પ્રાણીઓની મિત્રતા બતાવે છે તો ક્યાંક નબળા અને નાના પ્રાણીની હિંમત બતાવે છે. આવો જ એક વીડિયો હાલ ઈન્ટરનેટ પર વાયરલ થઈ રહ્યો છે. જેમાં એક મહાકાય મગર પર એક નાનકડું કુતરું ભારે પડી ગયું છે. આ વીડિયો સડસડાટ શેર થઈ રહ્યો છે. લોકો જોઈને કુતુહલ પણ પામી રહ્યા છે કે એક નાના અમથા કુતરાંએ મગર જેવા કદાવર પ્રાણીને જગ્યા છોડી ઊભી પુંછડીએ ભાગવું પડે તેવો ડરાવી દીધો. આવું જ કાંઈક થોડા સમય પહેલા ગુજરાતના જંગલોમાં થયું હતું જ્યાં એક સિંહ સામે જ્યારે કુતરાંએ પડકાર ફેંક્યો ત્યારે સિંહ પણ આવી જ રીતે પાછી પાની કરી ત્યાંથી રવાના થઈ ગયો હતો. કુતરાએ તે વખતે આવી હિંમત ન બતાવી હોત તો કદાચ તેના જીવને જોખમ જેવું હતું.

આ વીડિયો IFS સુધા રામેને શેર કર્યો છે અને સાથે જ લખ્યું કે, એક નાનકડા કૂતરાનું સાહસ સાથે ભસવું પણ મગરને પરત પાણીમાં ભગાડી શકે છે. અને આ વીડિયોમાં પણ જોઈ શકાય છે કે કઈ રીતે એક નાનકડો ડોગી મગરને પરત પાણીમાં ભગાડવામાં સફળ રહે છે. તો અહીં જુઓ આ વીડિયો.