મેરાન્યૂઝ નેટવર્ક.રાજકોટઃ રાજકોટમાં લેન્ડ ગ્રેબીંગના ગુના હેઠળ કોંગ્રેસના પૂર્વ કોર્પોરેટરના પતિ કનકસિંહ જાડેજાની ધરપકડ કરવામાં આવી છે. આ મામલે કોંગ્રેસ આક્રમક મૂડમાં જોવા મળી રહી છે. કોંગ્રેસ પ્રેસ કોન્ફરન્સ યોજી હતી. જેમાં કોંગ્રેસ નેતા ઇન્દ્રનીલ રાજ્યગુરૂએ જણાવ્યું હતું કે, ભાજપ જ લેન્ડ ગ્રેબર છે. સરકાર સત્તાનો દુરઉપયોગ કરી કોંગ્રેસના નેતાઓ પર ખોટા કેસ કરી રહી છે. સરકાર પર આક્ષેપ કરતાં કહ્યું કે સરકાર દ્વારા સતાનો દૂરઉપયોગ કરી કોંગ્રેસના આગેવાનો પર ખોટા કેસ કરી રહી છે. 

તાજેતરમાં કોંગ્રેસના પૂર્વ કોર્પોરેટરના પતિ વિરુદ્ધ લેન્ડ ગ્રેબીંગ હેઠળ ધરપકડ કરવામાં આવી છે. આથી આ કોંગી કાર્યકરોએ પોલીસ કમિશનર કચેરીએ પહોંચી ધરણાની કરવાની મંજૂરી આપવા માગ કરી હતી. કોંગ્રેસ કાલે બહુમાળી ભવન ખાતે ધરણા પર બેસશે. લેન્ડ ગ્રેબીંગ મામલે કોંગ્રેસ દ્વારા શહેર પોલીસ કમિશનરને રજૂઆત કરવામાં આવી છે. આ સાથે જ ધરણાંની મંજૂરી આપવા માંગ કરી હતી. જો કે વાટાઘાટો બાદ પોલીસ કમિશનરે કોંગ્રેસને શરતોને આધીન ધરણા માટે મંજૂરી આપી છે.