મેરાન્યૂઝ નેટવર્ક, નવી દિલ્હી: ટ્રિપલ તલાક મુદ્દે જે બીલની બહુ ચર્ચા થઇ અને લોકસભામાં બીલ રજૂ કરી દેવામાં આવ્યું. તે જ ટ્રિપલ તલાક મુદ્દે બીલ આવતીકાલે રાજ્યસભામાં રજૂ થવાનું છે. કેન્દ્ર સરકારના કાયદામંત્રી રવિશંકર આવતીકાલે આ બીલ રાજ્યસભામાં રજૂ કરશે. હાલમાં વિપક્ષ દ્વારા ટ્રિપલ તલાક મુદ્દે ચર્ચાઓ ચાલી રહી છે. વિપક્ષના નેતા ગુલામનબી આઝાદના નેતૃત્વમાં આ ચર્ચાઓ ચાલી રહી છે.

આ બધી ઘટનાઓમાં જ કેન્દ્રીય મંત્રી અનંતકુમારે પણ એક વાતનું પુનરાવર્તન કરીને જણાવ્યું હતું કે, જ્યાં સુપ્રીમ કોર્ટે પણ ટ્રિપલ તલાકને ગેરકાનૂની માન્યો છે, ત્યાં હવે વિપક્ષે પણ જે રીતે કોઈ સુધારા કે અન્ય કોઈ બદલાવની માંગ વગર જે રીતે આ બીલ પાસ કર્યું એવો જ સરકાર કોંગ્રેસ અને અન્ય પક્ષો રાજ્યસભામાં બીલ પાસ કરવા આપે એ વધુ હિતાવહ રહેશે. લોકસભામાં બીલ રજૂ થયું ત્યારે વિપક્ષ દ્વારા અનેક મુદ્દે સવાલો ઉઠાવવામાં આવ્યા હતા.

નોંધવા જેવી વાત છે કે, ખરેખર આ બીલ આજે જ રાજ્યસભામાં રજુ થવાનું હતું. પરંતુ કેટલાક કારણોસર આ બીલ આવતીકાલે રજૂ કરવામાં આવશે.

જ્યારે ઇન્ડિયન મુસ્લિમ લીગે જણાવ્યું હતું કે, જો આ બીલને રાજ્યસભામાં પાસ કરવામાં આવશે તો તેઓ સુપ્રીમ કોર્ટમાં જઈને તેનો વિરોધ કરશે.