દેવલ જાદવ (મેરાન્યૂઝ.પાલનપુર): ગુજરાતમાં ફેબ્રુઆરીમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ યોજવામાં આવી હતી. જેમાં ગાંધીનગર મહાનગરપાલિકાની ચૂંટણી માર્ચમાં થવાની હતી પરંતુ કોરોનાની બીજી લહેર આવતા આ ચૂંટણીઓ સ્થગિત કરવામાં આવી હતી. હવે કોરોનાની સ્થિતિ સુધરતા ચૂંટણી આયોગ દ્વારા ગાંધીનગર મહાનગરપાલિકા અને અન્ય મહાનગરપાલિકા તથા જિલ્લા પંચાયતની ખાલી પડેલી બેઠકો પર પેટા ચૂંટણીની જાહેરાત કરવામાં આવી છે. આગામી ત્રીજી ઓક્ટોબરના રોજ આ ચૂંટણીઓ યોજવામાં આવશે.


 

 

 

 

 

ગાંધીનગર મહાનગરપાલિકા અને અન્ય બેઠકો પર પેટા ચૂંટણીઓ માટે દરેક પક્ષો પોતાના ઉમેદવારો સજ્જ કરી રહ્યા છે. ત્યારે પાલનપુર જિલ્લાના મડાણા ( ગઢ ) બેઠક પર શંકરભાઇ ચોબડીયાનું મૃત્યુ થવાથી બેઠક ખાલી પડી હતી. આ બેઠક પર આજે આમ આદમી પાર્ટીના શાંતિભાઈ આંટીયાએ પાલનપુર મામલતદાર કચેરી ખાતે ઉમેદવારી ફોર્મ ભર્યું હતું. ફોર્મ ભરતી વખતે આમ આદમી પાર્ટીના નેતાઓ અને કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા અને શંકરભાઇ વિજયી થશે તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો.

આ પ્રસંગે આમ આદમી પાર્ટીના જિલ્લા ખજાનચી મોંઘજી ચૌધરી, લઘુમતી સેલ પ્રમુખ સરફરાઝ ઘાસુરા, ઉપપ્રમુખ જાવીદભાઈ, પાલનપુર તાલુકા પ્રમુખ કલ્પેશ સાલવી,એસ સી સેલ પ્રમુખ સરદારભાઈ ,તાલુકા મહિલા પ્રમુખ કાન્તાબેન પટેલ, શહેર પ્રમુખ હર્ષદ પટેલ,તાલુકા ઉપપ્રમુખ અશોકભાઈ,જયંતીભાઈ,વસીમ ભાઈ,સંગઠન મંત્રી  દિપકભાઈ,મહામંત્રી  નરસિંહભાઇ, રાકેશભાઈ મંત્રી જીવણજી, પ્રવિણભાઈ, યુવા પ્રમુખ હિતેશભાઈ, CYSS પ્રમુખ અશ્વિનભાઈ, કિસાન સેલ પ્રમુખ સિદ્ધરાજભાઈ વગેરે  કાર્યકરો હાજર રહ્યા.