મેરાન્યૂઝ.અમદાવાદઃ નરેન્દ્ર મોદીએ વિકાસનો જે નારો આપ્યો તેમાં પ્રજાનો વિકાસ કેટલો થયો તેની ખબર નથી, પણ નેતાઓનો જરૂર વિકાસ થયો છે. કેન્દ્રીય ચૂંટણી પંચ સામે થયેલી ફરિયાદ પ્રમાણે નવસારીના સાંસદ સી આર પાટીલે ચૂંટણી પંચ સામે કરેલા સોંગદનામામં પોતાની આર્થિક બાબતો છુપાવી હોવાનો આરોપ છે. 1988 સુધી ગુજરાત પોલીસમાં કોન્સટેબલ તરીકે ફરજ બજાવનાર પાટીલે પોલીસમાંથી રાજીનામુ આપ્યા તેના બીજા જ વર્ષે પોતાની પત્નીના નામે ડાઈલીંગ મિલ શરૂ કરી હતી, પાટીલ પાસે પત્નીના નામે ડાઈંગ મિલ શરૂ કરવા માટે પૈસા ક્યાંથી આવ્યા તેની તપાસ કરવાની પણ માગણી કરવામાં આવી છે.

કરપ્શન  ફ્રિ ઈન્ડીયાના અમિત તીવારી દ્વારા ચૂંટણી પંચ સામે કરેલી ફરિયાદમાં સી આર પાટીલ સામે કેટલાંક પ્રશ્નો ઉભા કરવામાં આવ્યા છે. ફરિયાદમાં કહેવામાં આવ્યુ છે સી આર પાટીલ બે વખત ચૂંટણી લડયા છે. જેમાં 2009 અને 2014માં તેમણે ચૂંટણી પંચ સામે કરેલા સોંગદનામા પ્રમાણે નગીના ડાઈંગ મિલ અને તેમણે લીધેલી બેંક લોનની માહિતી તેમણે છુપાવી હતી જેમાં 2009ના સોંગદનામા પ્રમાણે  નગીના ડાઈંગ મિલમાં તેમના નામે 76.20 લાખ જમા છે, જયારે મિનીસ્ટ્રી ઓફ કોર્પોરેટ અફેર્સની વેબસાઈટ પ્રમાણે 1999થી નગીના ડાઈગમાં તેમના 19.50 લાખ ઉધાર બોલી રહ્યા છે.  

આ ઉપરાંત ચંદ્રકાંત પાટીલે 1988માં પોલીસ કોન્સટેબલ તરીકે નોકરી છોડી અને પત્ની  ગંગાબહેન ચંદ્રકાંત પાટીલના નામે સાઈકૃપા ડાઈંગ મિલ શરૂ કરી હતી, જેની મુડી 15 લાખ બતાડવામાં આવી હતી, તો પોલીસની નોકરી 1988માં છોડનાર ચંદ્રકાંત પાટીલ પાસે આ પંદર લાખ આવ્યા કયાંથી તેની પણ પંચે તપાસ કરવી જોઈએ તેવી માગણી કરી છે. કેન્દ્રીય તપાસ પંચે આ બાબતે તપાસ કરવા સુરતના ચુુંટણી અધિકારીને આ ફરિયાદ મોકલી આપી છે.