મેરાન્યૂઝ નેટવર્ક.મુંબઈઃ હાલમાં પુરી થયેલી આઈપીએલ સીઝન દરમિયાન સ્ટાબાજીના આરોપમાં એક બુકીની ધરપકડ બાદ ઠાણે પોલીસે ફિલ્મ અભિનેતા અરબાઝ ખાનને હાજર થવાનું કહ્યું હતું. પોલીસે બાન્દ્રા સ્થિત અરબાઝના ઘર પર શુક્રવારે સરવારે સમન્સ મોકલીને પુછપરછ માટે હાજર થવાનું કહ્યું હતું. શરુઆતમાં તપાસમાં પોલીસને એવા સંકેત પણ મળ્યા હતા કે અરબાઝ ખાન સટ્ટેબાજ સોનું જલાન અર્ફે સોનું મલાડના સ્ટ્ટાબાજી રેકેટના સંપર્કમાં હતો અને મોટો દાવ પણ લગાવ્યો હતો. ઉલ્લેખનીય છે કે અરબાઝ ખાન જાણિતા અભિનેતા સલમાન ખાનનો ભાઈ પણ છે.

મીડિયા રિપોર્ટ્સનું માનીએ તો અરબાઝ ખાને આઈપીએલ મેચ દરમિયાન સટ્ટો લગાવ્યો હતો અને 2.8 કરોડ રૂપિયા હારી ગયો હતો. અરબાઝે આ રૂપિયા આપવામાં આનાકાની કરી હતી, જે પછી તેને સોનું જલાન તરફથી ધમકીઓ મળવા લાગી હતી. સોનુ મલાડની ધરપકડ થઈ ચુકી છે. ઉલ્લેખનીય છે કે કુખ્યાત બુકી સોનું જલાનનું નામ 2012ની આઈપીએલમાં ફિક્સીગમાં પણ હતું. ગત મહિને 16 મેએ ઠાણે ક્રાઈમ બ્રાન્ચને ડોબિંવલીમાં સટ્ટાજી રેકેટના ભાંડફોડ કરતી વખતે 3 સટ્ટાબાજોને ઝડપ્યા હતા. બાદમાં 2 આરોપીઓને પકડ્યા હતા.

41 વર્ષિય સોનું જલાનને મંગળવારે ત્યારે પકડ્યો જ્યારે તે કલ્યાણ સેશંસ કોર્ટમાં હાજરી પર આવેલા એક પોતાના સહયોગીને દિલાસો આપવા માટે કોર્ટ પરિસરમાં આવ્યો હતો. કુખ્યાત સોનું જલાન આતંર રાષ્ટ્રીય સ્તર પર સટ્ટેબાજી રેકેટ ચલાવતો હતો અને તેની ગતિવિધીઓ પુરા ભારતીય ઉપમહાદ્વીપમાં ફેલાયેલી છે.

એટલું જ નહીં, ડોન દાઉદ ઈબ્રાહીમની ડી કંપની સાથે પણ સટ્ટાબાજીના રેકેટની લીંક મળતી હોય તેવું દેખાઈ રહ્યું છે.