મેરાન્યૂઝ નેટવર્ક.મોડાસાઃ વિશ્વભરના ઇમર્જન્સી વર્કર્સમાં હાલ “ટેટ્રિસ ચેલેન્જ” વાયરલ થઈ છે જેમાં તેઓ તેમના વાહનની બહાર તમામ ઈકવિપમેન્ટ ગોઠવીને જમીન પર કોઈ એક્શન ફીગર્સની પોઝ આપે છે. આ ચેલેન્જની શરૂઆત ઝ્યુરિક પોલીસે ડ્રોનથી તેમના બે પોલીસ જવાનોએ એક્શન ફિગર્સમાં ગોઠવાયેલા હોવાની તસ્વીર ફેસબુક પર પોસ્ટ કર્યા પછી દુનિયાભરના ઇમર્જન્સી વર્કર ટેટ્રિસ ચેલેન્જ માટે તૈયાર હોવાનું જણાવી તસવીરો વાયરલ કરતા ઇન્ટરનેટ પર છવાઈ હતી મોડાસા ૧૦૮ ટીમે પણ કોઈ પણ ઇમર્જન્સી પડકારને પહોંચી વળવા તૈયાર હોવાની ચેલન્જ સાથે “ટેટ્રિસ ચેલેન્જ” ની સાથે તસ્વીર લીધી હતી.

અરવલ્લી જીલ્લામાં ૧૦૮ ની અલગ અલગ ટીમ કાર્યરત છે તેમની ઇમર્જન્સી કામગરી હંમેશા પ્રસંશનીય રહી છે. મોડાસા ૧૦૮ની ટીમ તાલુકા સહીત જીલ્લામાં કોઈપણ પ્રકારની ઇમર્જન્સી અને મુશ્કેલ પડકારને પહોંચી વળવા ગમે તે ઘડીએ તૈયાર રહી છે. વિશ્વમાં વાયરલ થયેલી “ટેટ્રિસ ચેલેન્જ” ને સ્વીકારી “ટેટ્રિસ ચેલેન્જ” પોઝ આપ્યો હતો અને મોડાસા ૧૦૮ ટીમ કોઈ પણ પ્રકારની કટોકટીમાં હરહમેંશા તૈયાર હોવાનું જણાવ્યું હતું.