ઇબ્રાહિમ પટેલ (મેરાન્યૂઝ.મુંબઈ):  ટેસ્લા ઇ-કાર કંપનીએ ક્રિપટોકરન્સી બજારમાં તેજીના નવા હલલેસા માર્યા, હવે નિકલમાં પણ આગેવાન ઉત્પાદક બીએચપી બિલિટન ગ્રુપ સાથે નિકલ સપ્લાયના કરાર કરીને ભાવને એક વર્ષની નવી ઊંચાઈ નજીક પહોંચાડી દીધા છે. આને લીધે ઓટો ઉત્પાદક અને બીએચપી મળીને બેટરી સપ્લાઈ ચેઇનબજારને સ્થિરતા બક્ષશે. વિશ્વની સૌથી મોટી ખાણ કંપની ઇસ્કોનડીદાના સૌથી મોટા કામદાર યુનિયને, તેમના સભ્યોને બીએચપીના પગાર વધારાની દરખાસ્તનો વિરોધ કરતું મતદાન કરવાની વિનંતી કરી છે, રોકાણકારો હવે આ ઘટના તરફ ધ્યાન કેન્દ્રિત કરીને બેઠા છે. ન્યુ ઇસ્કોનડીદા, રશિયા અને કેનેડાની નિકલ ખાણોમાં ઉત્પાદન ધીમું પડી જવાથી આવર્ષે બજારમાં સપ્લાય અછત સર્જાવાનો ભય પેદા થયો છે.

શુક્રવારે એલએમઈ ત્રિમાસિક વાયદો, ૨૪ ફેબ્રુઆરીએ જોવાયેલી ૨૦,૧૧૦ ડોલરની સાત વર્ષની ઊંચાઈ નજીક સરકીને, ૧૯,૯૫૭ ડોલર પ્રતિ ટનની ઊંચાઈએ બોલાયો હતો. નિકલબજારને સમજવી આમ તો જટિલ છે. બજારમાં કેવી કેવી ઘટનાઓ નિર્માણ થશે કે સૌથી મોટા વપરાશકાર કેવું વર્તન કરશે, તેની આગાહી કોઈ કરી શકતું નથી. પરિયાવરણની ખરાબી અને ઘણા ઉધ્યોગોમાં થતાં અકસ્માતોના સમાચાર આવી રહ્યા છે. ડીજલ હવામાનમાં ગરમી પેદા કરે છે અને વીજળી કારખાનાઓમાં અકસ્માતોની હાળમાળા સર્જાઇ છે.

Advertisement


 

 

 

 

 

જૂન મહિનાથી જ નિકલના ભાવ વધવા લાગ્યા હતા. આને લીધે ખાણ કંપનીઓના શેરહોલ્ડરોને મોટો ફાયદો થયો છે. વિશ્વની સૌથી મોટી પેલેડિયમ, હાઇગ્રેડ નિકલ, પ્લેટિનમ અને કોપર ઉત્પાદક રશિયાની નોરીલસ્ક નિકલ આમાંની એક છે. વિશ્વની પાંચમા નંબરની મોટી સ્ટીલ ઉત્પાદક દક્ષિણ કોરિયાની પોસ્કોએ કહ્યું હતું કે અમે ૨૦૨૩થી વાર્ષિક ૨૦,૦૦૦ ટન નિકલ સલ્ફેટનું ઉત્પાદન કરવાનો ઇરાદો ધરાવીએ છીએ, જે પાંચ લાખ ઇ-કાર બેટરી પેદાશ માટેની સપ્લાય પૂરી કરશે.

૨૦૨૦માં ચીનએ આખા વિશ્વના ૫૦ ટકાથી વધુ નિકલ વપરાશ કર્યો હતો. જગતના કૂલ નિકલ ઉત્પાદનનો ૭૦ ટકા હિસ્સો સ્ટેનલેસ સ્ટીલ ઉત્પાદન માટે વપરાય છે, અને ચીન સૌથી મોટો સ્ટીલ ઉત્પાદક દેશ છે. ચીનમાં નિકલ સલ્ફેટના એક્સફેકટરી ભાવ ટન દીઠ ૩૭,૦૦૦થી ૩૮,૦૦૦ સર્વોચ્ચ ઊંચાઈએ બોલાય છે. ૨૦૨૧ના આરંભે ભાવ ૩૦,૦૦૦થી ૩૧,૦૦૦ હતા, તેની તુલનાએ અત્યારે ૨૩ ટકા વધુ છે અને ગતવર્ષની તુલનાએ ૩૭.૬ ટકા વધુ છે. બુધવારે ૪,૪૫૦-૪,૬૫૦ ડોલર સીએન્ડએફ ચીન, શરતે નિકલ સલ્ફેટ આયાત સોદા થયા હતા.

નવી ઇ-વ્હીકલ ક્ષેત્રે થઈ રહેલા બદલાવનો સૌથી મોટો લાભ ચીનને થવાનો છે, ચીનએ ૨૦૬૦ સુધીમાં પોતાના દેશને ડીકાર્બોનાઈજડ કરવાનો લક્ષ્યાંક રાખ્યો છે. બીજિંગએ એપ્રિલ ૨૦૨૦માં તમામ ઇ-વ્હીકલ ખરીદી પર બે વર્ષ સુધી સબસિડી અને ૨૦૨૨ સુધી પર્ચેજ ટેક્સ માફ કર્યો છે. જાન્યુઆરીથી જૂન સુધીમાં ખરીદાયેલ તમામ કારબેટરી અને ઇ-વ્હીકલના વેચાણમાં વિક્રમ ઉછાળો આવ્યો હતો. 

Advertisement


 

 

 

 

 

અમેરિકામાં પુરવઠા અછત અને ઊંચા નૂરદરને લીધે સતત ત્રીજા સપ્તાહે નિકલ લમ્પસ (ગઠ્ઠા)નું પ્રીમિયમ ૯.૨ ટકા વધીને પ્રતિ પાઉન્ડ (૪૫૪ ગ્રામ) ૩૪થી ૩૭ સેંટ જેવા બોલાય છે. આ સપ્તાહે નિકલ કેથોડના પ્રીમિયમ ૧૧.૬ ટકા વધ્યા હતા. ચીનમાં વધી રહેલી નિકલ માંગને કારણએ ૨૦૨૨ સુધીની લાંબાગાળાની જકાતમુક્ત લમ્પસ આયાત કરવાની વાટાઘાટો ચાલી રહી છે, પરિણામએ ખરીદ વેચાણના સોદામાં ભાવ તફાવત ઘટી જતાં નિકલ કેથોડના પ્રીમિયમ સ્થિર થઈ ગયા છે. કાર ઇલેક્ટરીફીકેશનની મજબૂત માંગને લીધે ચીન અને યુરોપ વચ્ચેનો ભાવ તફાવત સંકડાઈ જતાં પ્રીમિયમ પણ સ્થિર થઈ ગયા છે.          

(અસ્વીકાર સુચના: www.commoditydna.com અને ઇબ્રાહિમ પટેલ દ્વારા કરાયેલ આ એનાલીસીસ માત્ર શૈક્ષણિક હેતુ માટે જ છે. ઈન્ટેલીજન્ટ વાંચકોને વિનંતી છે કે તેઓ કોઈ નવા સોદા કે પોઝીશન સ્થાપિત કરે, તે અગાઉ પોતાની વિવેક બુદ્ધિથી બજારનું આકલન કરે.)