મેરાન્યૂઝ નેટવર્ક.જમ્મુ-કાશ્મીર: જમ્મુ-કાશ્મીરમાં આંતરરાષ્ટ્રીય સરહદ પર સુરક્ષા દળો દ્વારા આતંકવાદીઓ વિરુદ્ધ કાર્યવાહી ચાલુ છે. ઉત્તર કાશ્મીરના કુપવાડા જિલ્લાના માછિલ સેક્ટરમાં એલઓસી નજીક ચાલી રહેલા ઓપરેશનમાં એક અધિકારી અને ત્રણ જવાન શહીદ થયા છે. શહીદમાં બીએસએફનો એક જવાન પણ શામેલ છે. એક અધિકારી પણ ઘાયલ હોવાનું જણાવાયું છે.

મળતી માહિતી મુજબ ભારતીય સુરક્ષા દળો દ્વારા ત્રણ આતંકવાદીઓને ઠાર કરવામાં આવ્યા છે. જણાવી દઈએ કે ઉત્તર કાશ્મીરના કુપવાડા જિલ્લાના માછિલ સેક્ટર માં 7 અને 8 નવેમ્બરની શનિવારે રાત્રે એટલે કે શનિવારે રાત્રે પેટ્રોલિંગ પાર્ટીએ લાઇન ઓફ કંટ્રોલ નજીક શંકાસ્પદ હિલચાલ જોઇ હતી. આ દરમિયાન આતંકીઓ અને સુરક્ષા દળો વચ્ચે એન્કાઉન્ટર શરૂ થયો હતો. સુરક્ષા દળોએ ઘૂસણખોરીનો પ્રયાસ નિષ્ફળ બનાવ્યો. સુરક્ષા દળોએ રાત્રે એક આતંકીને મારવામાં સફળ રહી હતી. જે બાદ આતંકવાદીઓ વિરુદ્ધ અભિયાન શરૂ કરાયું હતું. રવિવાર દિવસે બે આતંકવાદીઓ માર્યા ગયા હતા. સેનાએ ત્રણે આતંકીઓના મૃતદેહ મળ્યા છે.

આતંકવાદીઓ સાથે શસ્ત્રો અને બેગ મળી આવી છે. જો કે આ કામગીરીમાં એક અધિકારી અને ત્રણ સૈનિકો શહીદ થયાના અહેવાલ છે. એક અધિકારી પણ ઘાયલ હોવાનું જણાવાયું છે. હાલમાં આતંકવાદીઓ વિરુદ્ધ મોટી કાર્યવાહી ચાલી રહી છે.