મેરાન્યૂઝ નેટવર્ક.જમ્મૂઃ શ્રીનગરના નૌગામ સ્થિત ભાજપના નેતા અનવર ખાનના ઘર પર ગુરુવારે આતંકવાદી હુમલો થયો છે. હુમલાની જાણકારી મળતા જ પોલીસની ટીમ સ્થળ પર પહોંચી ગઈ છે. ત્યાં જ પોલીસની ટીમના કોન્સ્ટેબલ રમીજ રાજા હુમલામાં ઈજાગ્રસ્ત થઈ ગયા હતા, તે પછી તેમણે હોસ્પિટલમાં સારવાર દરમ્યાન પોતાના અંતિમ શ્વાસ છોડ્યા હતા. આપને જણાવી દઈએ કે અનવર ખાન બારામુલા જિલ્લાના મહાસચિવ છે અને સાથે જ તેમને કુપપવાડાના પ્રભારી પણ બનાવાયા છે.

પોલીસના અધિકારીક સૂત્રોના જણાવ્યા અનુસાર ભાજપ નેતા હાલ સુરક્ષિત છે. અનવર ખાનના મકાનમાં આતંકવાદીઓએ ગોળીઓ ચલાવી હતી. એવું નથી કે પહેલી વખત અહીં ભાજપના નેતા પર હુમલો થયો છે, અગાઉ વર્ષ 2018માં પણ આવી જ એક ઘટના થઈ હતી જેમાં અનવર ખાનનો બચાવ થયો હતો.