મેરાન્યૂઝ નેટવર્ક.જમ્મુ-કાશ્મીર: જમ્મુ-કાશ્મીરમાં આતંકવાદીઓએ સીઆરપીએફની રોડ ઓપનિંગ પાર્ટી (RoP) પર હુમલો કર્યો હતો જેમાં બે સૈનિકો ઘાયલ થયા હતા અને સારવાર દરમિયાન બંનેનું મોત નીપજ્યું હતું.

મળતી માહિતી મુજબ સોમવારે આતંકવાદીઓએ પંપોરની બાહરીની બાજુમાં આવેલા ટાંગન બાયપાસ પર આરઓપીની 110 મી બટાલિયન પર હુમલો કર્યો હતો. આ હુમલામાં બે સૈનિકો ગંભીર રીતે ઘાયલ થયા હતા . જેમને તાત્કાલિક આર્મીની બેઝ હોસ્પિટલમાં ખસેડાયા હતા પરંતુ તેઓને ઇજાઓ પહોંચતા મોત નીપજ્યું હતું. આખો વિસ્તાર ઘેરી લીધો છે.